ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે કાઉન્સેલીંગ સેન્ટર શરૂ કરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી સમયમાં એસએસસી અને એચએસસીની પરીક્ષા 2018 યોજાનાર છે. આથી ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ પરીક્ષાથી તાણ અનુભવતા હોય તો નવા વિદ્યાર્થીઓને કાઉન્સેલીંગ માટે તજજ્ઞ શિક્ષકો દ્વારા કાઉન્સેલીંગ મોબાઇલ ફોન પર કરવા માટે સુવિધા ઉપલબ્ધ કરાવેલ છે. જેમાં પુનીતભાઇ રાવલ એમયુશેઠ ગર્લ્સ હાઇસ્કુલ વઢવાણ તેમજ દીનેશભાઇ શેઠ એનટીએમ હાઇસ્કુલ સુરેન્દ્રનગરનો સંપર્ક કરવાનો રહેશે. વિદ્યાર્થીઓ ઇચ્છે તો આ કાઉન્સેલીંગનો લાભ લઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે...