જિ. પં.-તા. પં.ની પેટા ચૂંટણીમાં ભાજપનો લહેરાયો ભગવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ખાલી પડેલી બેઠકો પર બુધવારના રોજ મતદાન યોજાયું હતું.જેની મતગણતરી શુક્રવારનાં રોજ યોજાઇ હતી જેમાં જિલ્લા પંચાયતની ખોડુ બેઠક પર ભાજપના લક્ષ્મીબેન કમેજળીયા તેમજ મૂળી તાલુકા પંચાયતની વેલાળા(ધ્રા) બેઠક પર ભાજપનાં મુકેશભાઇ ઝેઝરીયાની જીત થઇ હતી.જયારે હળવદ તાલુકા પંચાયતની નવા ઘનશ્યાગઢ બેઠક પર ભાજપના કાનજીભાઈ પ્રેમજી ભાઈ ગોપાણી નો વિજય થયો હતો. મૂળી તાલુકાપંચાયતની વેલાળા (ધ્રા) સીટ પર છેલ્લી ચાર ટર્મથી કોંગ્રેસનો જ વિજય અંહી થતો આવ્યો છે. ત્યારે આ વખતે કાર્યકરોની મહેનતથી ભાજપે સતા આંચકી લીધી હતી.

અમદાવાદ
શનિવાર, 24 ફેબ્રુઆરી, 2018
વઢવાણ  ધ્રાંગધ્રા
હળવદ / તા. પંચાયતની બેઠક પર ભાજપ વિજયી
સુરેન્દ્રનગર / ખોડુ બેઠક પર કમળ ખીલ્યું
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની ખોડુ બેઠક માટે થયેલા મતદાનમાં મતદારો સાવ નિરસ રહયાં હતાં.અને 21.66 ટકા જ મતદાન થયું હતું ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસ એમ બંને પક્ષની ચિંતા વધારી દીધી હતી પરંતુ અંતે પરીણામ ભાજપ તરફી જોવા મળ્યું હતું.જેમાં ખોડુ બેઠક પર ભાજપનાં લક્ષ્મીબેન રાજુભાઇ કમેજળીયાને 3054 મત જયારે કોંગ્રેસનાં ઝીલુબેન ભરતભાઇ કમેજળીયાને 2490 મત મળતા લક્ષ્મીબેનનો 564 મતે વિજય થયો હતો જયારે 97 મત નોટામાં પડયાં હતા.

મૂળી / વેલાળા (ધ્રા) સીટ પર ભગવો લહેલાયો
હળવદ તાલુકા પંચાયતના નવા ધનશ્યામગઢ બેઠકના સદસ્ય પંકજભાઈ ગોપાણીનું અવસાન થતા ઘણા સમયથી તાલુકા પંચાયતની નવા બેઠક ખાલી હતી. ભાજપમાંથી કાનજીભાઈ પ્રેમજીભાઈ ગોપાણીએ સામે કોંગ્રેસમાંથી ગામના જીતેન્દ્રભાઈ ધરમશીભાઇ કાવટએ ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસના કાવટને 1269 મત મળ્યા હતા અને જયારે નોટામાં 85 મત પડયા હતા અને ભાજપના ગોપાણીને 1601 મત મળ્યાં હતાં જેમાં ભાજપના ઉમેદવારનો 332 મતેથી વિજય થયો હતો.

મૂળી તાલુકાપંચાયતમાં વેલાળા (ધ્રા) સીટ માં અગાઉ દેવાભાઇ સોરમીયાએ કોંગ્રેસમાંથી રાજીનામુ દઇ ભાજપમાં જોડાતા સીટ ખાલી હતી ત્યારે પેટા ચુંટણીમા ભારે ૭૩.૯૬% મતદાન થયું હતુ ત્યારે મૂળી મામલતદાર કચેરી મતગણતરી યોજાઇ હતી જેમાં કોંગ્રેસ ઉમેદવાર પદ્યુમનસિંહ પરમારને ૧૨૨૧ મત મળ્યા હતા જયારે મુકેશભાઇ ઝેઝરીયાને ૧૩૨૯ મત મળ્યા હતા અને નોટામાં ૫૨ મત પડતા ૧૦૮ મતે મુકેશભાઇ ઝેઝરીયાનો વિજય થયો.

હળવદ  થાનગઢ
અન્ય સમાચારો પણ છે...