ભોગાવામાં તંત્રનો દરોડો : મુદ્દામાલ મળ્યો, માફિયા ગૂમ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણતાલુકાના વસ્તડી ગામ પાસેથી પસાર થતી ભોગાવા નદીમાંથી મોટાપાયે રેતીચોરી થાય છે. અંગેની અનેક ફરિયાદો ઉઠતા શનિવારના રોજ ખાણ ખનીજ વિભાગે વસ્તડી ભોગાવા નદીમાં દરોડા કર્યા હતા. જેમાં ભોગાવા નદી પાસે પાસેથી 5 ડમ્પર,1 હિટાચી મશિન અને 3 હોડકા સહિતનો સામાન બિનવારસી મળી આવ્યો હતો. અંદાજે રૂપીયા 1 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ ખાણખનીજ વિભાગ દ્વારા હાથ ધરાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતી ભોગાવો નદી રેતીનો અખૂટ ભંડાર છે. ભોગાવા નદી જે તાલુકામાંથી પસાર થાય છે ત્યાં અમુક રેતી માફીયાઓ દ્વારા બેફામ રેતીચોરી કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકશાન પહોંચાડવામાં આવી રહ્યુ છે. તેમાં પણ મૂળીના શેખપર અને વઢવાણના વસ્તડી પાસે ભોગાવા નદીમાંથી મળી આવતી રેતીની ભારે માંગ હોવાથી રેતીચોરોએ માઝા મૂકી છે. ત્યારે વસ્તડી પાસે મોટાપાયે રેતીચોરી થતી હોવાની ફરિયાદો મળતા સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમે શનિવારે દરોડા કર્યા હતા. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા મદદનીશ ભૂસ્તર શાસ્ત્રી કે.એ.અકોલકર, રોયલ્ટી ઇન્સપેકટર સાહીલ પઠાણ, સર્વેયર યજ્ઞેશભાઇ પરમાર સહિતનાઓએ સીકયુરીટી ગાર્ડને સાથે રાખી દરોડા કર્યા હતા. સમયે વસ્તડી ભોગાવા નદી પાસે રેતી ભરવા આવેલા 5 ડમ્પર, રેતી ખોદવા માટેનું 1 હિટાચી મશીન અને નદીમાંથી રેતી ખેંચવા માટે વપરતા 3 હોડકા બિનવારસી મળી આવ્યા હતા. જ્યારે ખનીજ ચોરી સાથે સંકળાયેલા તત્વો લાપત્તા હોવાનું જણાવાયુ હતું.

આથી ખાણ ખનીજની ટીમે તમામ મદ્દામાલ રૂપિયા 1 કરોડથી વધુ કિંમતનો સીઝ કર્યો હતો. બનાવમાં જોરાવરનગર પોલીસ મથકે ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરાઇ છે. જેમાં તમામ વાહનોના નંબરોને આધારે તેના માલીકોને શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વસ્તડી ભોગાવા નદીમાં રેતીચોરી અંગે દરોડો થતા અન્ય તાલુકાઓમાં પણ રેતી માફીયાઓમાં ફફડાટ ફેલાયો હતો.

ખાણખનીજ વિભાગની 5 ડમ્પર, 1 હિટાચી મશીન સહિત કુલ એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરી પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ

વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભોગાવા નદીમાંથી રેતીચોરી મામલે ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો, જેમાં સ્થળ પરથી ડમ્પર, હીટાચી મશીન સહિત અન્ય સાધનો મળી કુલ રૂા. એક કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. }ભાસ્કર

અન્ય સમાચારો પણ છે...