નગરા ગામમાં મારામારી સરપંચ સહિત ત્રણને ઇજા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણતાલુકાના નગરા ગામે ઝઘડો ચાલતો હતો. ત્યારે સ્થળ પર ગામના સરપંચ જતાં મામલો બિચકાયો હતો. જેમાં હથિયારોથી થયેલી સામસામી મારામારીમાં ગામના સરપંચ સહિત ત્રણ લોકો ઘાયલ થઇ ગયા હતાં. ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડાયા હતાં.

વઢવાણના નગરા ગામે છનાભાઇ વિઠ્ઠલભાઈ બારૈયાના ઘરે ઝઘડો થતો હતો. ત્યારે ગામના સરપંચ બળદેવભાઈ ગોવિંદભાઈ કોઠારીયા ઝઘડાના સ્થળે ગયા હતાં. આથી ધૂડાભાઈ ભાવાભાઇ પરાલીયાએ બળદેવભાઈને ‘‘ તુ સરપંચ થઇને ગામમાં ઝઘડાઓ કરાવે છે ’’ તેમ કહ્યુ હતું. આથી મામલો બિચકાતા ત્રણ શખ્સોએ તલવાર, લાકડી અને પાઇપ જેવા હથિયારોથી હુમલો કરીને સરપંચ બળદેવભાઈને ઇજાઓ પહોંચાડી હતી. જ્યારે છનાભાઈ વિઠ્ઠલભાઈને પણ શખ્સોએ ઇજા કરી હતી. ઉપરાંત સામે પક્ષે મુકેશભાઈ ધૂડાભાઈ પરાલીયા પોતાની વાડીએથી આવતા હતાં. ત્યારે અગાઉના ઝઘડાનું મનદુ:ખ રાખીને ગોરધનભાઈની પત્નીએ પથ્થરોનાં ઘા કર્યા હતાં. આથી પથ્થર લાગતા મુકેશભાઈએ ગોરધનભાઈની પત્નીને ઠપકો આપતા મામલો બિચકાયો હતો. જેમાં મહિલા સહિત જેટલા શખ્સોએ લાકડીઓથી હુમલો કરી મુકેશભાઈને ઇજાઓ કરી હતી. આથી ઇજાગ્રસ્ત મુકેશભાઈને સારવાર માટે સી.જી. હોસ્પિટલે ખસેડાયા હતાં. બનાવ અંગે જોરાવરનગર પોલીસ મથકે મુકેશભાઈ પરાલીયા અને બળદેવભાઈએ સામસામી ફરિયાદ નોંધાવી છે.

જૂના મનદુખની વાત હુમલા સુધી પહોંચી

અન્ય સમાચારો પણ છે...