• Gujarati News
  • ઝાલાવાડમાં 5 વર્ષમાં 2126 લોકો કેન્સરમાં સપડાયા

ઝાલાવાડમાં 5 વર્ષમાં 2126 લોકો કેન્સરમાં સપડાયા

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
લોકોનેવ્યસનોનાં કારણે અનક રોગો સામે સતત ઝઝૂમવુ પડતુ હોય છે. જેનાં કારણે લોકોમાં કેન્સર સહિતના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે ઝાલાવાડ પંથકમાં છેલ્લા પાંચ વર્ષમાં 2126 લોકો કેન્સરનાં ભોગ બન્યાનું ધ્યાને આવ્યું હતું. જેમાં GCIR અમદાવાદથી પ્રાપ્ત માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાનાં 1382 પુરૂષો તમજ 744 સ્ત્રીઓ કેન્સરમાં સપડાયા હોવાનું ધ્યાને આવ્યું હતું.

ઝાલાવાડમાં વ્યસનમુક્તિ અભિયાનથી સરકાર તેમજ અનેક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો હાથ ધરાઇ રહ્યાં છે. તેમ છતાં દિવસે દિવસે અનેક વ્યસનોનાં કારણે યુવાનધનથી માંડીને જિલ્લાની પ્રજા કેન્સરનાં ખપ્પરમાં હોમાઇ રહી છે. ગુજરાત કેન્સર એન્ડ રીસર્ચ ઇન્સ્ટિટયુટ અમદાવાદ (GICR) ખાતેથી પ્રાપ્ત માહિતી મુજબ ઝાલાવાડમાં વધી રહેલા દારૂ, તમાકુ, બીડી સહિતનાં વ્યસનોથી લોકોને અનેક બિમારીઓમાં સપડાઇ છે. જેના કારણે લોકો મો. નાક, ગળા, ફેફસા, ગર્ભાશય,સ્તન સહિતનાં કેન્સરોનો ભોગ બનતા હોય છે. ત્યારે છેલ્લા પાંચ વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 2,126 લોકો કેન્સરનાં ભોગ બન્યા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેમાં 1,382 પુરૂષો તેમજ 744 સ્ત્રીઓનો સમાવેશ જોવા મળ્યો હતો. બીજી તરફ જિલ્લામાં વધી રહેલા કેન્સરના દર્દીઓને ધ્યાને લઇન સરકાર તેમજ સુરેન્દ્રનગર જિલ્લા એન.સી.ડી.સી.સેલ દ્વારા દર વર્ષે એક થી બે સંજીવની રથનાં ઉપયોગથી કેન્સર લગતો કેમ્પ રાખવામાં આવે છે.

વ્યસનની સજા |GCIR મુજબ જિલ્લામાં 1382 પુરૂષો - 744 સ્ત્રીઓ કેન્સરનો ભોગ બન્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં કેન્સરનાં ભોગ બનેલા દર્દીઓ

વર્ષ પુરૂષોસ્ત્રીઓ

2008-09217129

2009-10307145

2010-11281170

2012-13320171

2013-14257129