• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • ગોળ કુંડાળુ કરી જુગાર રમતા ત્યાં પોલીસ ત્રાટકી : 3 ઝબ્બે 2 પીધેલા નીકળ્યા

ગોળ કુંડાળુ કરી જુગાર રમતા ત્યાં પોલીસ ત્રાટકી : 3 ઝબ્બે 2 પીધેલા નીકળ્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં ગોળ કુંડાળુ કરી ગંજીપાના વડે પૈસાની હારજીતનો જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. બપોરના સમયે જાહેરમાં રમાતા આ જુગારના સ્થળે પોલીસે છાપો માર્યો હતો. જેમાં મૂળી તાલુકાના નાયકા ગામના પ્રદિપસિંહ કિરીટસિંહ પરમાર, ગણપતિ ફાટસર બાયપાસ રોડ પર રહેતા અનીલભાઈ હરીભાઈ મકવાણા અને જોરાવરનગર લાલબહાદુર શાસ્ત્રીનગરમાં રહેતા અમૃતભાઈ ગોવિંદભાઈ ગોહિલને ઝડપી લીધા હતાં. આ દરોડામાં પી.એસ.આઈ. એચ.આર.જેઠ્ઠી, વિજય રથવી, એન.એમ.ગઢવી, મુકેશભાઈ ઉતેળીયા, વિજયસિંહ બોરાણા વગેરે કાર્યવાહી કરી હતી. જ્યારે ઘટના સ્થળેથી ગંજીપાના 52 પત્તા તેમજ રૂ. 1220ની રોકડ રકમ પોલીસ જપ્ત કરી હતી. આ બનાવ આટલેથી ન અટકતા ઝડપાયેલા પ્રદિપસિંહ પરમાર અને અનિલભાઈ મકવાણા દારૂ પીધેલી હાલતમાં હોવાનું પોલીસના ધ્યાને આવ્યુ હતું. પરિણામે જુગાર અને દારૂ પીધેલી હાલતમાં ઝડપાયેલા શખ્સો સામે વઢવાણ પોલીસ મથકે ગુનો નોંધાતા વધુ તપાસ એન.એમ.ગઢવી, ટી.કે.ગઢવી અને પી.જી.ઝાલા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...