• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનીક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ

રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડી ઓર્ગેનીક ખેતી કરવા ખેડૂતોને અનુરોધ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેડૂત તાલીમ કેન્દ્ર સુરેન્દ્રનગર અને કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ (આત્મા) પ્રોજેક્ટ સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે મંગળવારે કૃષિમેળો પરીસંવાદ અને પ્રદર્શન યોજાયુ હતુ. આ પ્રસંગે પશુપાલન થકી મહિલા સશક્તિકરણ અને રાસાયાણીક ખાતરોનો ઉપયોગ ઓછો કરી ઓર્ગેનીક ખેતી તરફ વળવા ખેડૂતોને અનુરોધ કરાયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને કૃષિની આધુનિક પધ્ધતિઓ ટેકનોલોજીના ઉપયોગ અને ખેતી ખર્ચ ઘટાડી ઉત્પાદન બમણુ કરવા અંગે માહિતી માર્ગદર્શન આપવા સાથે આધુનિક ઓજારો અને યોજનાકિય જાણકારી વિવિધ સ્ટોલ મારફત પ્રદર્શિત કરવામાં આવી હતી. જ્યારે ખેડૂતોને પાક સંરક્ષણ રાસાયણિક દવાઓનો ઉપયોગ, ટપક સિંચાઇ પધ્ધતિ ઓર્ગેનિક ખાતરની ઉપયોગીતા અને તેનાથી મળતા ઉત્પાદન, પશુપાલન વધુ ઉત્પાદન કેવી રીતે મળે તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રગતિશિલ ખેડૂતોએ પોતાના કૃષિ પાકના અનુભવો અને પ્રતિભાવો ઉપસ્થિત ખેડૂતોને આપ્યા હતા. તેમજ મેળવેલી તાલીમ અને અપનાવેલી ખેતી પધ્ધતિથી તેમના પાક ઉત્પાદનના અને આવક વધારાની વિગતો જણાવી હતી.

આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડો.મનીષ કુમાર બંસલ, સંયુક્ત ખેતી નિયામક એસ.કે.જોશી, કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ.ચંદાવત સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદી સહિત સ્ટાફે તૈયારીઓ કરી હતી.

સુરેન્દ્રનગર ખાતે કૃષિ મેળો પાક પરિસંવાદ યોજાયો હતો.