તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • કોંગ્રેસમાં ભળ્યો નથી, ભાજપને હરાવવા કામ કરીશ : શામજી ચૌહાણ

કોંગ્રેસમાં ભળ્યો નથી, ભાજપને હરાવવા કામ કરીશ : શામજી ચૌહાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરશહેરમાં શનિવારના બપોરે કોળી સમાજનું સંમેલન યોજાયુ હતુ. જેમાં ચોટીલા બેઠક પર ચૂંટાયેલા ધારાસભ્ય અને તાજેતરમાં ભાજપમાંથી રાજીનામુ આપનાર શામજીભાઇ ચૌહાણે જિલ્લાના 4 લાખ કોળી મતદારો ભાજપને પાંચેય સીટો પર હરાવશે તેવો સંકલ્પ કર્યો હોવાનું જણાવ્યુ હતુ.

સુરેન્દ્રનગરના મેડિકલ હોલ ખાતે શનિવારે બપોરે કોળી સમાજનું સંમેલન યોજાયુ હતુ. જેમાં શામજીભાઇ ચૌહાણે જણાવ્યુ કે, સુરેન્દ્રનગર જિલ્લામાં 4 લાખથી વધુ કોળી મતદારો છે. ભાજપને જિલ્લાની પાંચેય સીટો પર હરાવવા સંકલ્પ લીધો છે. તેઓએ જણાવ્યુ કે, હું કોંગ્રેસમાં ભળ્યો નથી અમે માત્ર ભાજપને હરાવવા માંગીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...