તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • મહેતા માર્કેટની તસ્કરીમાં ચોરી કરાયેલી કારનો ઉપયોગ થયાની આશંકા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહેતા માર્કેટની તસ્કરીમાં ચોરી કરાયેલી કારનો ઉપયોગ થયાની આશંકા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સુરેન્દ્રનગરમાંથોડા દિવસો પહેલા એક રાતમાં મહેતા માર્કેટમાં આવેલી 9 દુકાનોનાં શટર ઉંચા કરીને રોકડ રકમનો સફાયો થતાં વેપારી આલમમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. તમામ દુકાનોમાંથી કુલ રૂ. 69,500ની ચોરી થયાની ફરિયાદ નોંધાતા તસ્કરોનું પગેરૂ દબાવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. બનાવની રાત્રે વધુ એક કારની ચોરી થયાની ફરિયાદ થતાં તસ્કરોએ કારની ચોરી કરીને દુકાનોમાં ચોરીને અંજામ આપ્યો હોવાની પોલીસે શંકા સેવી હતી.

સુરેન્દ્રનગર શહેરમાં લાંબા સમય બાદ શહેરની દુકાનોમાં જેક મારીને શટરને ઉંચા કરીને ચોરી કરનાર ગેંગ વેપારઉદ્યોગથી ધમધમતી મહેતા માર્કેટની એક સાથે 9 દુકાનોને ટાર્ગેટ બનાવી હતી. બનાવ અંગે એ.ડિવીઝન પોલીસ મથકે રૂ. 69,500ની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. ત્યારે બનાવની રાત્રે ગેંગે ચોરીને અંજામ આપ્યા પહેલા વધુ એક કારની ચોરી કર્યાની પોલીસે શંકા સેવી હતી. બનાવ અંગે પ્રાપ્ત માહિતી મુજબ નવા તા. 13 થી 14 જુલાઈ-2016 દરમિયાન જંકશન,સ્વામિનારાયણ મંદિર પાસે રહેતા જીતેન્દ્રભાઈના મિત્રની કાર તેમના ઘર પાસે પાર્ક કરી હતી. દરમિયાન રાત્રિના સમયે પાર્ક કરેલી કાર કોઇ અજાણ્યા શખ્સો ચોરી કરીને લઇ ગયા હતાં. આથી જીતેન્દ્રભાઈએ એ-ડિવીઝન પોલીસ મથકે રૂ. 60 હજારની કાર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે તપાસકર્તા પી.એસ.આઈ. વી.પી.જાડેજાએ જણાવ્યું કે, કારની હજુ સુધી કોઇ ભાળ મળી નથી અને માર્કેટની દુકાનોમાં થયેલી ચોરીમાં પણ ચોરાયેલી કારનો ઉપયોગ થયો હોવાની શકયતા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો