તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • મોટરસાયકલ અને કારના યુગમાં સાયકલનું મહત્વ ઘટ્યું છે. ત્યારે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોટરસાયકલ અને કારના યુગમાં સાયકલનું મહત્વ ઘટ્યું છે. ત્યારે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોટરસાયકલ અને કારના યુગમાં સાયકલનું મહત્વ ઘટ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચાર યુવાનોએ એન્જી બાયસીકલ બનાવી છે. અંગે આઇજેઆરઇડીમાં પેટન્ટ રજીસ્ટર કરાવીને વેસ્ટ સાયકલમાંથી બેસ્ટ એન્જીસાયકલ રસ્તા પર દોડાવાનું શરૂ કરાશે. ત્યારે એવરેજ 150 કિ.મી અને 30 થી 35ની સ્પીડ હોવાથી અકસ્માત થવાની સંભાવના પણ ઘટી જાય છે.

હાલ મોટરસાયકલ બાઇક અને કારને લીધે સાયકલ ચલાવવાનું પ્રમાણ નહીવત જોવા મળે છે. ઝાલાવાડના યુવાનો સ્પીડ બાઇકના શોખીનો હોવાથી અકસ્માતો વધી રહ્યા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના યુવાનોએ અકસ્માતના ભય વિના 150 કિ.મીની એવરેજ આપતી એન્જીબાયસીકલ બનાવી છે. વઢવાણ 80 ફૂટ રોડ પર રહેતા વ્યાસ જયદીપ, ધ્રાંગધ્રાના રાઠોડ રવિ, આદેશરા અને રતનપરના ચૌહાણ અજયે વેસ્ટ સાયકલમાંથી બેસ્ટ એન્જીબાયસીકલ બનાવવાનું બીડુ ઝડપ્યું હતું. જેમાં એન્જીબાયસીકલ બનાવવા પ્રથમ દવા છાંટવાના પંમ્પનો એન્જીન તરીકે ઉપયોગ કર્યોહ તો. જયારે બે લીટરની પેટ્રોલની ટાંકી સાયકલમાં લગાવી હતી. ત્યારબાદ સીડીઆઇ સિસ્ટમ કાર્યરત કરી હતી. જેમાં 15 દિવસના પ્રોજેક્ટ વર્ક બાદ રૂ.12 થી 20 હજારના ખર્ચો કરી એન્જીબાયસીકલ તૈયાર કરી હતી. એન્જીબાયસીકલને તાજેતરમાં આઇજેઆરઇડીમાં પેટન્ટ રજીસ્ટર કરાવાઇ છે. આથી ટૂંક સમયમાં એન્જીબાયસીકલ ઝાલાવાડના રસ્તાઓ પર દોડતી જોવા મળી શકશે.

અંગે વિદ્યાર્થીઓએ જણાવ્યું કે, હાલ સાયકલનું ચલણ ઘટ્યું છે. આથી સાયકલને પ્રોત્સાહન આપવા માટે વેસ્ટમાંથી બેસ્ટ 33 સીસીના એન્જીનવાળી એન્જીબાયસીકલ બનાવી છે. જેની એવરેજ 150 કિ.મી પર લીટર અને સ્પીડ 30 થી 35ની આપે છે. જ્યારે આરટીઓ માન્ય અને સ્પીડ ઓછી હોવાને કારણે અકસ્માતનું પ્રમાણ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો