તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વામિ.મંદિરે ગુરુપૂર્ણિમા ઉત્સવની પ્રતિક ઉજવણી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
માધાપરચોકડી પાસે આવેલા એસ.એમ.વી.એસ. સ્વામિનારાયણ મંદિર ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવની પ્રતીક ઉજવણી કરવામાં આવી હતી. સવારે 8 વાગ્યાથી મોટી સંખ્યામાં સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે હરિભક્તો એકઠા થવા માંડ્યા હતા. 8.30 વાગ્યે સંતો, મહંતો હરિભક્તો દ્વારા ભગવાન સ્વામિનારાયણના જય જયકાર સાથે યાત્રાનો આરંભ થયો હતો.

શોભાયાત્રા સ્ટર્લિંગ હોસ્પિટલ થઇ રિંગરોડ થઇ માધાપર ચોકડી પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરે 10.30 વાગ્યે પહોંચી હતી. સવારના 11 થી બપોરના 12 વાગ્યા સુધી સ્વામી સત્ય સંકલ્પદાસજીએ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળગ્રંથ વચનામૃત પર પ્રવચન આપ્યું હતું.

જ્યારે બપોરના 12 થી 12.30 સુધી સ્વામીજીનું પૂજન, દર્શનનો કાર્યક્રમ તેમજ બપોરના 1 વાગ્યે મહાપ્રસાદ યોજાયો હતો. જેમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ, બોટાદ, ગઢડા, ભાવનગર, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના વિવિધ શહેરોના પાંચ હજારથી પણ વધુુ ભાવિકો ઉપસ્થિત રહ્યા હોવાનું હરિભક્ત દિનેશભાઈ. એમ. જેઠવાઅે જણાવ્યું હતું.આ મંદિર ખાતે છેલ્લા ત્રણ વર્ષથી ગુરુપૂર્ણિમા પૂર્વે ગુરુપૂર્ણિમા ઉત્સવની પ્રતીક ઉજવણી કરવામાં આવેે છે. રવિવારની ઉજવણીમાં સાધુ નિર્મનપ્રિયદાસજી, સાધુ સુગમપ્રિયદાસજી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો