• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • વઢવાણ મેળાના મેદાનને જોડતા રસ્તા બિસ્માર : મેળાની મજા બગડશે

વઢવાણ મેળાના મેદાનને જોડતા રસ્તા બિસ્માર : મેળાની મજા બગડશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાલિકાને લાખો રૂપિયા રળી આપતો મેળો પ્રજાલક્ષી બનાવવા માંગ


વઢવાણરેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડમાં જન્માષ્ટમીના લોકમેળામાં પાંચલાખ લોકો મેળો માણવા દર વર્ષે ઉમટી પડે છે. ત્યારે આા રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડને જોડતા રસ્તાઓ બિસ્માર છે. આથી જન્માષ્ટમી લોકમેળા પહેલા બિસ્માર રસ્તાનું રિપેરીંગ અને ધર્મતળાવવાળા રસ્તા પહોળો કરવાની લાગણી અને માંગણી ઉઠી છે.

વઢવાણ નગરપાલિકા દ્વારા જન્માષ્ટમી લોકમેળાનું આયોજન રેલ્વેસ્ટેશન ખાતેના મેળાના મેદાનમાં કરવામાં આવે છે. પાંચ દિવસના લોકમેળામાં પાંચલાખ લોકોની ભીડ જામતા ભારે ટ્રાફિક જામ થાય છે. વઢવાણ રેલ્વે સ્ટેશન ગ્રાઉન્ડમાં આવવા માટેના મુખ્ય દ્વાર સમા બે રસ્તા બિસ્માર બની ગયા છે. જેમાં વઢવાણ વડથી રેલ્વેસ્ટેશન, વાયા ધરમતળાવનો રસ્તો સાંકડો છે. આથી રસ્તા પર અકસ્માતના બનાવો વધી ગયા છે. ઉપરાંત વઢવાણ પાલિકા કચેરીથી જોરાવરસિંહ બાલમંદિર સુધીનો રસ્તો ઉબડ ખાબડ છે. આથી બંન્ને રસ્તાના કામ ઝડપથી કરવા વઢવાણ અસ્મિતા મંચે રજૂઆત કરી છે. અંગે પરેશભાઇ પરીખ, રાજેશભાઇ બારમેડા, વિજયસિંહ ડોડીયા, પૃથ્વીરાજસિંહ વગેરેએ જણાવ્યું કે વઢવાણ નગરપાલિકાને જન્માષ્ટમીનો લોકમેળામાં લાખો રૂપિયા રળી આપે છે. ઉપરાંત મેળાની મજા માણવા આવતા માણીગરો રસ્તાની દૂર્દશા જોઇને પરેશાનીમાં મુકાઇ જાય છે. હાલ વઢવાણ નગરપાલિકાના શાસકો મેળાની તૈયારીમાં લાગી ગયા છે.આથી બંન્ને રસ્તાઓની કામગીરી અત્યારથી હાથ ધરે તેવી લોક લાગણી અને માંગણી છે. અંગે વઢવાણપાલિકાના ચિફ ઓફિસર એ.એ.પંજવાણીએ જણાવ્યું કે લોકમેળાને ધ્યાનમાં રાખીને રસ્તાની કામગીરી ઝડપથી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...