તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર હળવદમાં અકસ્માત : ચાર ગાયના મોત, એક વ્યક્તિ ઘાયલ

સુરેન્દ્રનગર - હળવદમાં અકસ્માત : ચાર ગાયના મોત, એક વ્યક્તિ ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીતાલુકાના શેખપર ગામે રહેતા વિજયભાઇ કરશનભાઇ સોલંકી રિક્ષામાં અંબા મિકેનીક રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. સમયે સામેથી આવતા અજાણ્યા ડમ્પરના ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન ચલાવી રિક્ષાને અડફેટે લીધી હતી. બનાવમાં વિજયભાઇને ઇજા થતા તાત્કાલીક સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા.

હળવદની માળીયા ચોકડી નજીક ચાર ગાયો અને એક ભેંસ વાડી વિસ્તારમાં ચરતા ચરતા રોડ પર આવી ગયા હતાં. દરમિયાન કોઇ અજાણ્યાવાહન ચાલકે હડફેટે લેતા ચાર ગાયો લોહી લુહાણ હાલતમાં ઢળી પડતા ઘટના સ્થળે મોત થયા હતાં. જ્યારે ને ભેંસને ગંભીર ઇજાઓ થઇ હતી. ભેંસને બજરંગદળા કર્યકરોએ સારવાર આપીને તેના માલીકને સુપરત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...