તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગરમાં ભૂૂગર્ભ પાણી લાઇનનું કામ પૂર્ણ નથી થયું તો રસ્તા બનાવો

સુરેન્દ્રનગરમાં ભૂૂગર્ભ-પાણી લાઇનનું કામ પૂર્ણ નથી થયું તો રસ્તા બનાવો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરનગરપાલિકાની બે લાખની જનતા બે વર્ષથી તુટેલા રસ્તાની સમસ્યાનો સામનો કરી રહી છે. ત્યારે વર્તમાન સમયે પાલિકા દ્વારા જે ઉતાવળ કરીને રસ્તા બનાવવામાં આવી રહયા છે. તેની સામે સુરેન્દ્રનગર સ્વરાજ ગૃપે વાંધો ઉઠાવીને પ્રથમ બંને લાઇનનું ટેસ્ટીંગ કરી પછી નવા રસ્તા બનાવવાની માંગણી કરી હતી.

સુરેન્દ્રનગરમાં બે વર્ષથી ભુગર્ભ ગટર અને રસ્તાના કામને કારણે શહેર આખુ ખોદી નાંખવામાં આવ્યુ છે. પરિણામે શહેરીજનો તોબા પોકારી ઉઠયા છે. તો બીજી બાજુ ગટર અને પાણીની દાયકાઓ જુની સમસ્યાનો સામનો કરી રહેલા લોકોની સગવડતા માટે કરોડો રૂપિયા ખર્ચીને ભુગર્ભ ગટર અને પાણીની લાઇન નાંખવામાં આવી છે. બંનેનું કામ પૂર્ણ થયુ નથી ત્યા પાલિકા દ્વારા ઉતાવળે રસ્તાના ખાતમુહુર્ત કરવામાં આવી રહયા છે. જેની સામે વાંધો ઉઠાવીને સુરેન્દ્રનગર સ્વરાજગૃપ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર રસ્તા બનાવવામાં આવે તે પહેલા ભુગર્ભ ગટર અને પાણીની લાઇનનું કામ કેવુ થયુ છે પ્રેસરને કારણે લાઇનો તૂટે છે કે નહી કોઇ જગ્યાએ રહી ગયેલા ફોલ્ટ જેવી અનેક બાબતોની તપાસ કરવી ખૂબ જરૂરી છે. ટેસ્ટીંગ કર્યા વગર રોડ બનાવી દેવામાં આવશે અને જો પછી ફોલ્ટને કારણે રસ્તા તોડવાની ફરજ પડશે તો બે લાખની જનતાની લાંબા સમયે મળેલી રસ્તાની સુવિધા ફરીથી છીનવાઇ જશે. અને રસ્તા રેપેરીંગ કરવા પાછળ પણ સરકારના ખોટા નાણાનો વ્યય થઇ શકે તેમ છે. જેમાં મોટી રકમનો ભ્રષ્ટાચાર થવાની પણ શકયતા રહેલી છે. આથી તાત્કાલિક નવા બનતા રસ્તાનું કામ બંધ કરવા રજૂઆત કરી હતી.

પ્રજાનો વિરોધ|શહેરમાં નવા રસ્તા બનાવવાની કામનું ખાતમૂહુર્ત કરાયું

‘પહેલાં ભૂગર્ભ કામ પૂર્ણ કરો જેથી વારંવાર રસ્તા બનાવી તોડવા પડે’

અન્ય સમાચારો પણ છે...