સુરેન્દ્રનગરમાંથી પુત્રનું અપહરણ થયાની પિતાની ફરિયાદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગરશહેરનાં જવાહરગ્રાઉન્ડ પાછળ આવેલ 5-સંગમ સોસાયટીમાં 16 વર્ષનો ધ્રુમીલ ધો. 12 સાયન્સની પરીક્ષા તાજેતરમાં આપી હતી. ત્યારે તા. 20મેનાં રોજ ઘેરથી ધ્રૂમીલ નીકળી ગયા બાદ અચાનક ગૂમ થયાની પરિવારજનોને જાણ થઇ હતી. આથી પુત્રનુ કોઇએ અપહરણ કરી કયાની શંકાથી પરિવાર ચિંતામાં મૂકાઇ ગયો હતો. ત્યારે ધ્રૂમીલનાં પિતા નિલેશભાઈ મનુભાઈ વોરાએ કોઇ અજાણ્યા શખ્સે પુત્રનું અપહરણ કરીને લઇ ગયાની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે એ-ડિવીઝન મથકે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ થતા વધુ તપાસ પી.આઈ. આર.વી.ડામોર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...