• Gujarati News
  • N.T.M. હાઇસ્કૂલનાં ખાનગીકરણ સામે વિરોધ

N.T.M. હાઇસ્કૂલનાં ખાનગીકરણ સામે વિરોધ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગરશહેરમાં એકમાત્ર સરકારી હાઇસ્કૂલ એન.ટી.એમ. સ્કૂલ આવેલી છે. શાળામાં ધો. 9 થી 12ના 700થી વધુ ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ત્યારે એન.ટી.એમ. સરકારી હાઇસ્કૂલ ખાનગી ટ્રસ્ટને સોંપી દેવાની હીલચાલ શરૂ કરી શાળાના આચાર્ય અને શિક્ષકો માટે સંમતીપત્ર ભરાવાયા હતા. જેમાં મોટાભાગના શિક્ષકોએ હાઇસ્કૂલના ખાનગીકરણમાં અસંમતી દર્શાવી હોવાનું બહાર આવ્યુ છે.

સુરેન્દ્રનગર શહેરની મધ્યમાં અંદાજે 3 હજાર ચોરસવાર જમીનમાં પથરાયેલી સદી જૂની શેઠ નારાયણદાસ ઠાકરશીભાઇ મૂળજી સરકારી હાઇસ્કૂલમાં ધો. 9 થી 12ના 700 ગરીબ અને મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શહેરની કોઇપણ શાળામાં એડમીશન મળતુ હોય તેવા વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપી અભ્યાસ કરાવાય છે. ત્યારે બે વર્ષ અગાઉ સરકારી શાળા ખાનગી ટ્રસ્ટને સોંપી દેવાનો તખ્તો તૈયાર કરાયો હતો. ત્યારે પૂર્વ વિદ્યાર્થીઓ, સામાજીક આગેવાનો દ્વારા વિરોધનો સૂર ઉઠતા કાર્યવાહી પડતી મૂકાઇ હતી. પરંતુ ફરી શહેરની એકમાત્ર સરકારી શાળાને ખાનગી ટ્રસ્ટને સોંપવાની પાછલા બારણેથી તંત્ર દ્વારા હીલચાલ શરૂ કરવામાં આવી છે.

જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એન.ટી.એમ. હાઇસ્કૂલના આચાર્ય અને શિક્ષકો સહિત 30 વ્યકિતઓના સ્ટાફને સંમતીપત્રક ભરવા અપાયા હતા. ત્યારે એન.ટી.એમ. હાઇસ્કૂલના આચાર્ય સહિત મોટાભાગના શિક્ષકોને સરકારી શાળા ખાનગી ટ્રસ્ટને સોંપવા બાબતે અસંમતી દર્શાવી છે.

અંગે એન.ટી.એમ. હાઇસ્કૂલના આચાર્ય કે.ટી.બગડીયાએ જણાવ્યુ કે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીના આદેશ મુજબ અમોએ સંમતીપત્રક ભર્યા છે. જેમાં શાળાના મોટાભાગના શિક્ષકોએ બાબતે અસંમતી દર્શાવી છે. અમોએ વડીકચેરીના આદેશ મુજબ કામ કર્યુ છે. હવે નિર્ણય તેઓએ કરવાનો છે.

જયારે અંગે જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલે જણાવ્યુ કે, ગાંધીનગર શિક્ષણની કમીશ્નર કચેરીએથી અંગેની કાર્યવાહી શરૂ કરાઇ છે. સરકારી શાળા ખાનગી ટ્રસ્ટને સોંપવી કે નહી તેનો નિર્ણય પણ ગાંધીનગરથી લેવામાં આવશે.

સુરેન્દ્રનગર શહેરનાકહેવાતા સામાજીક આગેવાનો દ્વારા ચલાવતા ટ્રસ્ટે શહેરની સરકારી શાળા એન.ટી.એમ. હાઇસ્કૂલને લેવા દરખાસ્ત કરી છે. ત્યારે શહેરની મધ્યમાં અબજો રૂપિયાની જમીન અને મિલકત જોઇને અમુક સામાજીક આગેવાનોની દાઢ ડળકી છે. શૈક્ષણીક હેતુ માટેની શાળા લઇને સામાન્ય વર્ગના પરિવારોને ખંખેરવાનો કારસો તેઓ દ્વારા રચાઇ રહ્યો છે.

ખાનગી ટ્રસ્ટોને સ