• Gujarati News
  • વાહનની નંબર પ્લેટ બદલીને દારૂની હેરાફેરી કરવાનંુ કૌભાંડ

વાહનની નંબર પ્લેટ બદલીને દારૂની હેરાફેરી કરવાનંુ કૌભાંડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણશહેરના 80 ફૂટ રોડ અને જીઆઈડીસીમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરીની રાવ ઉઠી છે. ત્યારે વઢવાણ આંબાવાડી વિસ્તારમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરતી પીકઅપ વાન પકડાઇ હતી. જેમાં પીકઅપ વાનમાં નંબર પ્લેટ બદલાવવાનાં કૌભાંડનો પર્દાફાસ વઢવાણ પોલીસે કરતા ચકચાર ફેલાઇ છે.

વઢવાણ શહેરમાં મોતીચોક, દલિતવાસ, જીઆઈડીસી અને 80 ફૂટ રોડ પર ઇંગ્લિશ દારૂની હેરાફેરીની રાવ ઉઠી હતી. આથી વઢવાણ પોલીસે વઢવાણ જીઆઇડીસીના આંબાવાડી વિસ્તારમાંથી દારૂ સાથે પીકઅપ વાન પકડયુ હતું. પીકઅપ વાનમાં નંબર પ્લેટ બદલવાનું કૌભાંડનો પર્દાફાસ વઢવાણ પી.એસ.આઈ. ડી.વી.બ્લોચે કર્યો છે. બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વઢવાણ જીઆઇડીસી આંબાવાડી વિસ્તારમાં મહિન્દ્રા પીકઅપ વાહન સાથે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના કઠવાડી ગામના મહેશભાઈ રબારી ઝડપાયા હતાં. બનાવની તપાસ કરતા પીકઅપ વાહન નો મૂળ નંબર જી.એસ.9-2479 છે. પરંતુ વાહનના માલિકને જાણ કર્યા વગર મહેશભાઈ મેલાભાઈ રબારીએ ખોટી નંબર પ્લેટ નં. જીજે-18એ.વી.-8927 લગાડી હતી. અને ત્યારબાદ ઇંગ્લિશ દારૂની હેરાફેરી શરૂ કરી હતી. પરંતુ દારૂની હેરાફેરીની પીકઅપ વાહન પકડાતા ભાંડો ફૂટ્યો હતો. આથી વઢવાણ પી.એસ.આઈ. ડી.વી.બ્લોચ ખુદે નંબર પ્લેટ બદલવાનું કૌભાંડ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.