• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર | સુરેન્દ્ર્નગરજિલ્લામાં ભાજપ દ્વારાં યુવા મોરચાની ટીમનું સુકાન મૃગેશભાઇ

સુરેન્દ્રનગર | સુરેન્દ્ર્નગરજિલ્લામાં ભાજપ દ્વારાં યુવા મોરચાની ટીમનું સુકાન મૃગેશભાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | સુરેન્દ્ર્નગરજિલ્લામાં ભાજપ દ્વારાં યુવા મોરચાની ટીમનું સુકાન મૃગેશભાઇ રાઠોડને જયારે પ્રદિપસંહ રાણા અને ચેતનભાઇ શેઠને મહામંત્રી જાહેર કરાયા હતા. પરંતુ બાકીના હોદેદારોની વરણી કરવાની બાકી હતી. આથી હવે કોના નામો આવશે તેના પર ખાસ કરીને ભાજપના યુવાનેતાઓમાં અનેક અટકળો ચાલતી હતી. જેનો અંત લાવતા હોદ્દેદારોના નામની પક્ષ દ્વારા જાહેરાત કરાઇ હતી. જેમાં ઉપપ્રમુખ તરીકે કશ્યપભાઈ શુકલ, રાજેશભાઈ લકુમ, નિરવસિંહ પરમાર, જયેશભાઈ પટેલ અને ભરતભાઈ કોળી પટેલની નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે મંત્રી તરીકે રવિરાજસિંહ જાડેજા, અલ્પેશભાઈ, દિલીપભાઈ ગોહિલ, પૃથ્વીરાજસિંહ રાઠોડ, દીપકભાઈ ગમારા અને કોષાધ્યક્ષ તરીકે સંજયભાઈ પ્રજાપતિની વરણી કરાઈ હતી.

સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાની ટીમ જાહેર

અન્ય સમાચારો પણ છે...