ઝાલાવાડમાં હોળીનો વર્તારો : સર્વત્ર વરસાદ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

ઝાલાવાડમાંઠેરઠેર હોળીનું પ્રાગટ્ય થયું હતું. ત્યારે હોળીની ઝાળ અને બફાયેલ કઠોળને આધારે નવા વર્ષનો વર્તારો કરાયો હતો. જેમાં ઉત્તર દિશા તરફ હોળીની ઝાળ હોવાથી ખંડવૃષ્ટી અને ધાન્ય કઢોળને આધારે ગરમી વધુ પડવાનું અનુમાન કરાયું છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હોલીકાદહન અનેક સ્થળો પર કરાયું હતું. ઝાલાવાડના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં હોળીની ઝાળને આધારે નવુ વર્ષ કેવુ જશે તેનો વર્તારો કરવાની પરંપરા છે. જેના આધારે ખેડૂતો ખેતરોમાં વાવેતર કરતા હોવાથી તેનુ ખૂબજ મહત્વ છે. ત્યારે ઝાલાવાડમાં વર્ષે હોળીની ઝાળ ઉત્તર તરફ વધુ જોવા મળી હતી. આથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખંડવૃષ્ટિ થવાનું અનુંમાન લગાવાયું હતું. જ્યારે હોળી નિમિત્તે જમીનમાં માટલા વિવિધ ધાન્ય ભરી દાટવામાં આવે છે. ધાન્ય ધૂળેટની વહેલી સવારે બહાર કાઢવામાં આવ્યું હતું. જેમાં કઠોળના વાવેતરને ફાયદો થાય તેમ વર્તારો કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષે ગરમી વધુ પડશે. અંગે 25 વર્ષ હોળી પરથી વર્તારો કરતા દીપકભાઇએ જણાવ્યું કે ઝાલાવાડમાં વરસાદ સારો થશે. ઉપરાંત વચ્ચે વચ્ચે વરસાદ ખેંચાઇ જશે. આથી ખેડૂતોએ ઓછા પિયતથી પાક પાકે તેવુ વાવેતર કરવું જોઇએ વખતે સમગ્ર વર્તારાપરથી કહી શકાય કે વર્ષ બારઆની જાય તેમ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હોળીના સ્થળે બફાયેલા કઠોળને આધારે નવા વર્ષનો વર્તારાની પરંપરા જોવા મળે છે. તસવીર-અશ્વારજેઠુભા

હોળીની ઉત્તર તરફ ઝાળ જતા બાર આની વર્ષ રહેવાનું અને ગરમી વધુ પડવાનું અનુમાન

અન્ય સમાચારો પણ છે...