સુરેન્દ્રનગરમાં તસ્કરરાજથી લોકોમાં રોષ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરશહેરમાં તસ્કરાજ જેવો માહોલ સર્જાતા લોકોમાં રોષ ફેલાયો હતો. સુરેન્દ્રનગરના આસોપાલવ ફ્લેટનાં દેરાસરમાંથી ભગવાનની મૂર્તિ તસ્કરો ઉઠાવી ગયા હતાં. જ્યારે પોપટપરા વિસ્તારમાં આવેલ ગોડાઉનમાંથી જુદી જુદી કંપનીના 1920 પાઉચ ચોરાતા એ-ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.

સુરેન્દ્રનગરના શ્રવણ ટોકીઝ રોડ પોપટપરા વિસ્તારમાં આસોપાલાવ ફ્લેટ પાંચમો માળ રૂમ નં. 53,54માં કિશોરભાઇ ગીરધરલાલ કુવાડીયા રહે છે. ત્યારે સ્થળે કિશોરભાઈના ખાનગી મંદિરમાં શાંતીનાથ ભગવાની પણ મૂર્તિ હતી.

દરમિયાન તા. 7 થી 8 માર્ચ દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો મંદિરના તાળા તોડી મંદિરમાંથી ધાતુના શાંતીનાથ ભગવાન, ધાતુના અસ્ટમંગલ, ધાતુનાં સીધ્ધચક્રજી તેમજ અન્ય અભૂષણો, ચાંદીના ત્રણ નંગ છતર સહિત કુલ રૂ. 16 હજારનો મુદ્દામાલ ચોરશખ્સો ઉઠાવી ગયા હતાં. બનાવ અંગે અજાણ્યા શખ્સો સામે કિશોરભાઈ કુવાડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે અન્ય એક બનાવમાં સુરેન્દ્રનગરનાં રામજીમંદિર સામે રહેતા સંદિપભાઈ જીતેન્દ્રભાઈ શાહનું શ્રવણ ટોકીજ રોડ પોપટપરા વિસ્તારમાં ગોડાઉન આવેલુ છે. ત્યારે તા. 3 થી 8 માર્ચ દરમિયાન ગોડાઉનના તાળા તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ ગોડાઉનની અંદર રહેલા કલીનીક સેમ્પુના કાર્ટુન નંગ-25 જે એક કાર્ટુનમાં 960 પાઉચ, લક્સ સેમ્પુના કાર્ટુનમાં નંગ-13 જેમાં પણ એક કાર્ટુનમાં 960 પાઉચ સહિત કુલ સેમ્પુના 1920 પાઉચ મળી કુલ રૂ. 25 હજારની તસ્કરો ચોરી કરી લઇ જતાં એ-ડિવીઝન પોલીસ મથકે સંદિપભાઈ શાહે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે શહેરમાં બે સ્થળોએ થયેલી ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. કે.એમ.પ્રજાપતિ ચલાવી રહ્યાં છે.

આસોપાલવના દેરાસરમાંથી ભગવાનની મૂર્તિ તસ્કરો ઉઠાવી ગયા

અન્ય સમાચારો પણ છે...