મૂળીનાં ખંપાળીયામાં પૈસાની લેતી-દેતી બાબતે મારામારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીતાલુકાનાં ખંપાળીયા ગામે રહેતા ખેડૂત શખ્શે તેનાં માલીક પાસે કપાસનાં પૈસાની ઉધરાણી કરી હતી. જેમાં બોલાચાલી બાદ ચાર શખ્સો લાકડી અને પાઇપ વડે હુંમલો કર્યો હતો. જેમાં બે લોકોને ઇજા પહોંચાડ્યાની ફરીયાદ નોંધાઇ છે.

મૂળી તાલુકામાં મારામારીનાં બનાવો વધતા જાણે કાયદો અને વ્યવસ્થા જળવાતી હોય તેમ લાગી રહ્યું છે ત્યારે મૂળીનાં ખંપાળીયા ગામે રહેતા બટુકભાઇ રધાભાઇ બાવળીયા પોતાનાં ખેતરે કામ કરી રહ્યા હતા. ત્યારે ગામનાંજ કરમશીભાઇ મેરૂભાઇ રબારી લગધીરભાઇ કમાભાઇ રબારી કમાભાઇ સામતભાઇ રબારી અને દેવાભાઇ કમાભાઇ

અનુસંધાનપાના નં.3 પર

રબારીત્યાં આવ્યા હતા આથી બટુકભાઇએ કપાસનાં પૈસાની ઉધરાણી કરતા કરમશીભાઇ ઉશ્કેરાઇ જઇ લોખંડનો પાઇપ મારીને ઇજાઓ પહોચાડી હતી. જયારે તેમનાં પિતા રધાભાઇ કાનાભાઇ વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. આથી બંન્નેને સરા 108 દ્વારા પ્રથમ મૂળી દવાખાને અને બાદમાં સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે મૂળી પોલીસ મથકે જાનથી મારીનાંખવાની ધમકી આપ્યાની અને ઇજાઓ પહોંચાડ્યાની પોલીસ ફરીયાદ નોંધાઇ છે.

લાકડી-પાઇપ વડે 4 શખ્સો તુટી પડ્યા : બેને ઇજા

અન્ય સમાચારો પણ છે...