80 ફૂટ રોડ પર ફાયરીંગ: પોલીસ-ટોળું સામસામે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

વઢવાણમાંજૂની અદાવતમાં થયેલી તકરારનું વેર વાળવા માટે સાંજના સમયે યુવાનને આંતરીને ચાર રાઉન્ડ ફાયરીંગ કરવાની ઘટના બનતા ચકચાર ફેલાઇ ગઇ હતી. ત્યારે બનાવના આરોપીને પકડવા માટે વઢવાણ કસ્બાશેરીમાં પોલીસ દોડી ગઇ હતી. જયા લોકો તલવાર અને લાકડીઓ લઇને પોલીસની સામે આવી જતા પરિસ્થિતિ તંગ બની ગઇ હતી.આથી ટોળાને વિખેરવા માટે પોલીસે બે રાઉન્ડ ફાયરીંગ કર્યા હતાં. બનાવની ગંભીરતાને ધ્યાને લઇને કશ્બાશેરીમાં પોલીસનાં ધાડા ખડકી દેવામાં આવ્યા હતાં.

ચકચારી બનાવ અંગે મળતી વિગતો મુજબ વઢવાણ 80 ફૂટ રોડ પર બે દિવસ પહેલા પોલીસ કર્મચારી અને સૂડવેલ સોસાયટીમાં રહેતા કેટલાક લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં પોલીસ કર્મચારીને ઇજા થઇ હતી. બાદમાં ઘટનાનો બદલો લેવા માટે આરોપીઓના ઘરમાં તોડફોડ કરી હોવાની વિગતો શહેરમાં ચર્ચાઇ રહી છે. પરંતુ બંનેમાંથી એકપણ પક્ષે પોલીસ ફરિયાદ નોંધઆવી હતી. દરમિયાન 80 ફુટના રોડ પર બોલેરા કારમાં ઘસી આવેલા શખ્સોએ ઇર્શાદ અહેમદભાઇ સોલંકીને માર મારીને ધડાધડ ચાર રાઉન્ડ ફાયરીંગ કર્યા હતા. બંને પગમાં છરા ઘૂસી જતા ઇજાગ્રસ્તને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલે લઇ જઇ જવામાં આવ્યા હતા.આ ઘટના અંગે પોલીસે ફરિયાદ લેવાની કાર્યવાહી હાથ ધરી છે.

દરમિયાન વઢવાણ કશ્બાશેરીમાં ડીએસપી દીપકકુમાર મેઘાણીએ જાતે રહીને કોમ્બીંગ હાથ કર્યુ હતુ. જેમાં લોકો હથિયારો સાથે પોલીસને સામે આવી ગયા હતા. આથી ટોળાને વિખેરવા માટે પોલીસે બે રાઉન્ડ ટીયરગેસના સેલ છોડયા હતા. આથી લોકો વિખેરાઇ ગયા હતા. બનાવમાં પોલીસે શખ્સોની ધરપકડ કરી હતી.

કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાત્રે પણ કોમ્બીંગ કરાશે

^વઢવાણ 80 ફુટના રોડ પર બનેલી ઘટના બાદ કશ્બાશેરીમાં લોકો હથિયારો સાથે ફરતા હોવાનુ જાણવા મળ્યુ હતુ. આથી બંને જૂથ વચ્ચે તકરાર વધે નહી અને આરોપીને પકડી લેવા માટે કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યુ હતુ.જેમાં પોલીસ સામે હથીયારો લઇને કેટલાક લોકો આવી ગયા હતા. આથી રબ્બર બેલ્ટ ફોડયા હતા. હજુ રાત્રિના સમયે પણ કોમ્બીંગ કરવામાં આવશે. > દીપકકુમારમેઘાણી, ડીએસપી

વઢવાણ 80 ફુટના રોડ પર બનેલી ઘટના બાદ કશ્બાશેરીમાં પણ પોલીસે ચૂસ્ત પોલીસબંદોબસ્ત ગોઠવી દીધો હતો. જ્યારે ઇજાગ્રસ્તને સુરેન્દ્રનગરની ટીબી હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો. તસવીર-વિપુલજોષી

ટોળાને વિખેરવા ટીયરગેસના સેલ છોડાયા, છની ધરપકડ : કશ્બાશેરી પોલીસ છાવણીમાં ફેરવાઇ

હુમલો | જૂની અદાવતમાં યુવાન પર ચાર રાઉન્ડ ફાયરીંગ : પોલીસ સામે તલવારો લઇ લોકો સામે થયા

અન્ય સમાચારો પણ છે...