સુરેન્દ્રનગરમાં નિ:સહાય વૃધ્ધાઓનેે ભોજન કરાવાયું
સુરેન્દ્રનગરમાંરહેતી નિ:સંતાન વૃધ્ધ માતાઓને એકઠી કરી માં અન્ન વિતરણ કેન્દ્ર દ્વારા ટાગોરબાગમાં વૃધ્ધ માતાઓને ભોજન કરી તેમની આંતરડી ઠારવામાં આવી હતી. જયારે દિવાળી, સાતમ-આઠમ, ઉત્તરાયણ જેવા તહેવારોમાં મીઠાઇ અને વસ્ત્રદાન સંસ્થા દ્વારા કરવામાં આવે છે.
ઝાલાવાડમાં લોકો પોતાની ઇચ્છા શકિત મુજબ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરતા હોય છે. આવા સમયે સુરેન્દ્રનગરમાં રહેતા કૈલાસબેન ભટ્ટે માં અન્ન વિતરણ કેન્દ્ર - વિકલાંગ મહિલા ઉત્કર્ષ અભિયાનની સ્થાપના કરી સુરેન્દ્રનગર અને વઢવાણની નિ:સહાય - નિસંતાન વૃધ્ધ માતાઓની સેવા કરવાનું બીડુ ઝડપ્યુ છે. સંસ્થા દ્વારા દિવાળી, સાતમ આઠમ, ઉત્તરાયણ જેવા તહેવારોમાં મીઠાઇ તેમજ વસ્ત્રદાન કરવામાં આવે છે. જયારે દર માસની 10 તારીખે અનાજની કીટ બનાવી અન્ન સહાય કરવામાં આવે છે. તાજેતરમાં સુરેન્દ્રનગરના ટાગોરબાગ ખાતે સુરેન્દ્રનગર અને વઢવાણની 61 નિ:સહાય અને નિસંતાન વૃધ્ધાઓને ભોજન કરાવાયુ હતુ. પ્રસંગે રાજેશભાઇ ઘનશ્યામભાઇ પંચોલી દ્વારા તમામ વૃધ્ધ માતાઓને વસ્ત્રદાન અને વિરેન્દ્રભાઇ આચાર્ય દ્વારા અન્નદાન કરાયુ હતુ. હેમાબેન ત્રિવેદી, બકુલાબેન ભટ્ટે હાજર રહ્યા હતા.