તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસની નિષ્ક્રીયતા, કલેકટરને રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
થાનગઢતાલુકાના વીજળીયા ગામની પરિવારની સગીરાને આજ ગામનો શખ્સ મોટરસાઇકલ પર ભગાડી ગયો હતો. ત્યારે ભોગ બનનાર પરિવારે પોલીસ મથકે ભગાડી જનાર શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી. પરંતુ એક માસ થવા છતાં હજુ સુધી દિકરીની કોઇ ભાળ કે આરોપી પકડાતા પરિવાર ક્લેકટર કચેરીએ ધસી આવીની ન્યાયની માંગ સાથે આંદોલનની ચીમકી આપી હતી.

થાનગઢ તાલુકાના વીજળીયા ગામે તા. 12-5-2017ના રોજ મોટરસાઇકલ પર મનસુખભાઇ ઉર્ફે મુન્નો ઝાલા મોતીભાઈ સરેરીયાની દિકરી રશ્મીબેનને ભગાડી ગયો હતો. બાબતે તા. 14-5-2017ના રોજ થાનગઢ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપી હતી. પરંતુ ફરિયાદ દાખલ કર્યા બાદ એક મહિના જેટલો સમય વિતી ગયો. તેમ છતાં પોલીસ દ્વારા આરોપીને પકડવા કોઇ નક્કર પગલા કે કામગીરી કરાતા કલેકટરને પરિવારે લેખિતમાં આવેદનપત્ર આપ્યુ હતું. જેમાં મનસુખભાઈ ઉર્ફે મુન્નો સુખાભાઈ ઝાલાને પોલીસ પકડી પાડી અમારી દીકરી રશ્મિને પરત કરી શખ્સને પકડી કડક કાર્યવાહીની માંગ કરી હતી. ઉપરાંત શખ્સ અને તેના પરિવાર દ્વારા અમારા પરિવારમાં કોઇના પર પણ હુમલો કરે તેવો ડર છે.

આથી આગામી સાત દિવસમાં પોલીસ દ્વારા આરોપીને પકડવામાં નહાં આવે તો અમારે નછૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી અમારે કલેકટચર કચેરી સામે ઉપવાસ આંદોલન કરવા જેવા આકરા પગલા લેવાની ચીમકી અપાઇ હતી.

વીજળીયા ગામની સગીરાને ભગાડી જવાના ગુનામાં આરોપી ઝડપાતા અને દિકરીની કોઇ ભાળ મળતા કલેકટરને આવેદનપત્ર આપી પરિવારે આંદોલનની ચીમકી આપી હતી.તસવીર- તુષારમાલવણીયા

એક માસ થવા છતાં દિકરીને ભગાડી જનાર શખ્સની હજુ સુધી કોઇ ભાળ નહીં

અન્ય સમાચારો પણ છે...