તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સામાજીક દાયિત્વની પત્રકારો પર મોટી જવાબદારી હોય છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાન્યરીતે પત્રકારત્વ. પત્રકાર સાથે સામાજીક દાયીત્વની મોટી જવાબદારી છે. અને આથી જો પત્રકાર તેની ફરજ તટસ્થતાથી નિભાવે તો સામાજીક ક્રાંતિ લાવી શકાય તેવ મત એકટીવ જર્નાલીસ્ટ ગ્રૂપ અને અધિકારીઓના યોજાયેલા સ્નેહમિલનમાં અધિકારીઓએ જણાવ્યુ હતુ.

સુરેન્દ્રનગરના એકસન પાર્ટી પ્લોટ ખાતે એકટીવ જર્નાલીસ્ટ ગ્રૂપના સભ્યો દ્વારા અધિકારીઓ સાથે સ્નેહમીલનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કલેકટર ઉદીત અગ્રવાલ, ડીડીઓ ડો. મનીષકુમાર બંસલ, ડીએસપી દીપકકુમાર મેઘાણી, એએસપી અચલકુમાર ત્યાગી સહિત જિલ્લાભરના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અધિકારીઓએ મિડીયાનું મહત્વ અને તેની જવાબદારી વિશે જણાવી તટસ્થ સમાચારોનું મહત્વ સમજાવ્યુ હતુ.

સામે વર્તમાન સમયે અંગત સ્વાર્થ માટે થઇ રહેલા પીળા પત્રકારત્વને સમાજ માટે ખતરારૂપ પણ ગણાવ્યુ હતુ. કાર્યક્રમમાં પત્રકારોના માતા-પિતાની વંદનાનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

સુ.નગરમાં પત્રકારો-અધિકારીઓનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...