તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરોડોની જમીનનો મામલો પોલીસ મથકે પહોંચતા ચકચાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

રાજકોટબાયપાસ રોડ પર કરોડોની જમીનનો મામલો બહાર આવ્યો હતો. જેમાં એક જમીનના બે માલિકોના દાવા સાથે એકબીજા સામે સામસામી પોલીસ ફરિયાદ કરતા ચકચાર ફેલાઇ છે. ત્યારે પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર રીતે જમીન હડપ કરવાના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યાં છે. ત્યારે રાજકોટ બાયપાસ રોડ પર રોડટચનું અને કરોડોની કિંમત ધરાવતા ખેતરની જમીનનો મામલો પોલીસ મથકે પહોંચતા ચકચાર ફેલાઇ હતી. અંગે વઢવાણ પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી મુજબ રતનપર વિહારપાર્કમાં રહેતા ઘનશ્યામભાઈ પૂંજાભાઈ પટેલનાં કબજા ભોગવટાના માલિકીના ખેતરમાં મહિલાઓ સાથે કેટલાક લોકોએ ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ લોકોએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ઘનશ્યમભાઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે રંજનબેને દિવાની દાવાનું મનદુ:ખ રાખી શખ્સોએ લાકડીથી કપાળમાં ઇજા કરી કબજાવાળા ખેતરમાં રહેલા બોર્ડ કાઢી નાંખી ઢીકાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત શખ્સોએ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. બનાવમાં પોલીસે મહિલાઓ સહિત 8 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ મૂળજીભાઈ વાઘેલા ચલાવી રહ્યાં છે.

કોની કોની સામે થઇ પોલીસ ફરિયાદ

કરોડોનીજમીન મામલે પોલીસ મથકે જોરાવરનગરનાં રંજનબેન કરશનભાઈ દેવીપૂજક, વીજુબેન ધીરાભાઈ દેવીપૂજક, કોકીલાબેન કરશનભાઈ દેવીપૂજક, કોકીલાબેન કરશનભાઈ દેવીપૂજક અને છાંયાબેન દેવીપૂજક સામે ફરિયાદ થઇ હતી. ઉપરાંત રતનપરનાં જીવરાજભાઈ પૂંજાભાઈના બે દિકરા, જીવરાજભાઈ પૂંજાભાઈ પટેલ, કાનજીભાઈ પૂંજાભાઈ પટેલ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.

રાજકોટ બાયપાસ રોડ પરની જમીનના બે માલિક

જમીન બાબતે વઢવાણ પોલીસમાં સામસામે ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...