તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વઢવાણમાં વરસાદી, ગંદા પાણીથી પ્રજાજનોમાં ભારે રોષ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વઢવાણશહેરના વોર્ડ નં. 6માં આવતા ભાવસાર શેરીમાં ગટર તેમજ વરસાદી પાણી જમા થતાં રહીશો પરેશાન બન્યા છે. અંગે વારંવાર પાલિકામાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરતા કોઇ ઉકેલ આવતા લોકોમાં રોષ ફેલાયો છે. ગંદા અને વરસાદી પાણીથી મચ્છર સહિતના જીવજંતુનો ઉપદ્રવ વધતાં રહીશોમાં રોગચાળાનો ભય ફેલાયો છે. વઢવાણ શહેરનાં અનેક વિસ્તારોમા ગટર સાથે વરસાદી પાણીની સમસ્યા સર્જાઇ છે. ત્યારે વઢવાણ પાલિકાના પ્રમુખના વોર્ડ નં. 6માં આવતી ભાવસાર શેરીમાં છેલ્લા દોઢેક વર્ષથી ગટર તેમજ વરસાદી પાણીના નિકાલનો ઉકેલ આવ્યો નથી. વર્ષે પણ સર્જાયેલી પરિસ્થિતિના કારણે શેરીના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે. શેરીમાં ગટરનું જોડાણ પણ આપવામાં આવેલુ નથી. ત્યારે તમામ શેરીનો ઢાળ 10 થી 15 રહીશોનાં મકાન આગળ નીકળે છે. આથી તમામ ગંદા તેમજ વરસાદી પાણીનો જમાવડો અહીંયા થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રૂપેરા સંદિપ વી., કમલેશ હસમુખભાઈ, લક્ષ્મીપ્રસાદભાઈ શિવલાલ હરગલ, પંકજભાઈ, ખત્રી ક્રિષ્નાબેન કમલેશભાઈ, ભાવસાર ચંદ્રીકાબેન, દુબલ ભારતીબેન પંકજભાઈ, જયેશભાઈ વગેરે જણાવ્યું કે, અંગે કલેકટર તેમજ વઢવાણ પાલિકામાં વારંવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં શેરીમાં ગંદા તેમજ વરસાદી પાણી અમારે હાથે શેરી બહાર કાઢવા પડે છે. અંગે વઢવાણ નગરપાલિકા પ્રમુખ વિક્રમભાઈ દવે જણાવ્યું કે, શેરીમાં ભરાયેલા પાણી દૂર કરાવીને રહીશોની સમસ્યા હલ કરવામાં આવશે.

વઢવાણની ભાવસાર શેરીમાં ગટર તેમજ વરસાદી પાણી જમા થતા રહીશો રજૂઆત માટે ધસી આવ્યા હતાં. તસવીર-પ્રવિણસોલંકી

મચ્છરો સહિતનો ઉપદ્રવ વધતા રોગચાળાનો ભય

પાલિકામાં વારંવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય

અન્ય સમાચારો પણ છે...