તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગાડીની ડેકીમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધ્રાંગધ્રાતાલુકાના પ્રથુગઢમાં બાતમીના આધારે એલસીબી ટીમે રેડ કરી હતી. ત્યારે રહેણાંક મકાને પડેલી ગાડીની ડેકીમાં સંતાડેલો વિદેશી દારૂ મળી આવ્યો હતો. બનાવમાં પોલીસે દારૂ તેમજ ગાડી, મોબાઇલ સહિત રૂ. 1.79 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે શખ્સોને દબોચી લીધા હતાં.

ધ્રાંગધ્રા પંથકમાં વધી રહેલી વિદેશી દારૂની અટકાવવા પોલીસતંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન એલસીબી પી.એસઆઈ. કે.આર.સીસોદિયાનાં માર્ગદર્શન નીચે જુદી જુદી ટીમો બનાવી પેટ્રોલિંગ હાથ ધરાયુ હતું. ત્યારે રવિભાઈ ભરવાડ, નિકુલસિંહ ઝાલા, છગનભાઇ ગમારા, ભરતસિંહ મસાણી, અજીતસિંહ સોલંકી વગેરે ટીમે ધ્રાંગધ્રા પંથકનાં પ્રથુગઢમાં છાપો માર્યો હતો. ત્યારે પ્રાથમિક સ્કૂલ પાસે રહેતા મોહસીન અબ્દુલભાઈ કુરેશી તેના રહેણાંક મકાને પોતાની અલ્ટ્રો ગાડીની ડેકીમાં વિદેશી દારૂનું વેચાણ કરતો હોવાનું ધ્યાને આવ્યુ હતું. આથી પોલીસે ગાડીમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગરની પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂની નાની મોટી 100 નંગ બોટલો મળી આવી હતી. ઉપરાંત રૂ. 1.50ની ગાડી, રૂ. 1 હજારનો મોબાઇલ અને દારૂ સહિત કુલ રૂ. 1,79,600નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે બનાવમાં પ્રથુગઢનાં મોહસીન અબ્દુલભાઈ કુરેશી, લાલજીભાઈ ગોપાલભાઈ માધરને દબોચી લીધા હતાં. ઉપરાંત આજ ગામના હસન અબ્દુલભાઈ કુરેશી મળી આવ્યા હતા. આથી પોલીસે તમામ શખ્સો સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...