તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘‘ચતુર વાણિયા ’’મામલે અમિત શાહ માફી માંગે : કોંગ્રેસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાજપનારાષ્ટ્રીય અધ્યક્ષે તાજેતરમાં મહાત્મા ગાંધીને ચતુર વાણીય તરીકે સંબોધન કરી રાષ્ટ્રપિતાનું અપમાન કરતા કોંગ્રેસ લાલઘૂમ બની ગયુ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અપમાન સામે માફી માંગી ગાંધીજી વિષેનું સંબોધન પાછુ ખેંચવા કલેકટરને આવેદનપત્ર અપાયુ હતું.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ તાજેતરનાં છત્રીગઢનાં પ્રવાસના બીજા દિવસે રાયપુર મેડીકલ કોલેજ ઓડીટોરીયમ ખાતે બુધ્ધિજીવીઓને સંબોધતા કહ્યુ હતું કે કોંગ્રેસની સ્થાપના થઇ ત્યારે વિવિધ વિચાર ધારાને માનનારા લોકો તેમ હતાં. મહાત્મા ગાંધીને ‘‘ચતુર વાણીયા’’ તરીકે સંબોધન કરીને રાષ્ટ્ર પિતાનું અમપાન કર્યુ છે. જેના કારણે સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતું. જેમાં જેલમાં જનાર વ્યક્તિને ગાંધીજી વિષે ટીકા ટીપણી કરવાનો કોઇ અધિકારી નથી. આથી અમો માંગણી કરીયે છીએ કે અમિત શાહ રાષ્ટ્ર વિરોધી કૃત્યુ કર્યુ છે. આનાથી મોટો ગુનો બીજો કોઇ હોઇ શકે નહીં. આથી અમિત શાહ પોતાના શબ્દો પાછા ખેચી અને દેશીવાસીઓ તથા સ્વાતંત્ર સેનાનીઓનાં પરિવારની

અનુસંધાનપાના નં.3

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે ગાધીજી વિષેનું સંબોધન પાછુ ખેંચીને માફી માંગે તેવી રજૂઆત સાથે ક્લેકટરને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર અપાયુ હતું. તસવીર-તુષારમાલવણીયા

જેલમાં જનાર વ્યક્તિને ગાંધીજી વિશે ટીકા ટીપ્પણીનો કોઇ અધિકાર નથી

અન્ય સમાચારો પણ છે...