તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘જમીન ધોવાણની સહાય અમને વહેલી તકે આપો’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પાટડીતાલુકામાં ગત ચોમાસાના અંતમાં ભારે વરસાદના લીધે અનેક ખેડૂતોની જમીન ધોવાઇ હતી. ત્યારે ધોવાયેલી જમીનોનો સર્વે જીએલડીસી દ્વારા કરી ખેડૂતોને રૂપિયા 2.58 કરોડની રકમ ચૂકવવાનો નિર્ણય જિલ્લા પંચાયત દ્વારા કરાયો હતો. પરંતુ પાટડી તાલુકાના નાવીયાણી ગામના ખેડૂતોને હજુ સુધી જમીન ધોવાણ સહાયની રકમ મળતા જિલ્લા પંચાયત રજૂઆત કરવા માટે ધસી આવ્યા હતા.

પાટડી તાલુકામાં ગત ચોમાસામાં એક દિવસમાં ભારે વરસાદ પડતા અનેક ખેડૂતોની જમીનો ધોવાઇ હતી. ત્યારે ગુજરાત જમીન વિકાસ નિગમ દ્વારા પાટડી તાલુકાના 18 ગામોના 1302 ખેડૂતોની જમીનોનું સર્વે કરી તેઓને રૂપિયા 2.58 કરોડ ચૂકવવા જિલ્લા પંચાયતને જણાવ્યુ હતુ. પરંતુ બીજુ ચોમાસુ આવવા છતાં 18 ગામોના 20 ટકાથી વધુ ખેડૂતોને જમીન ધોવાણ સહાયની રકમ મળી હોવાનું વિગતો બહાર આવી હતી. ત્યારે બુધવારના રોજ જિલ્લા પંચાયતના સભ્ય પી.કે.પરમારને સાથે રાખી પાટડી તાલુકાના નાવીયાણી ગામના ભગવાનજીભાઇ ધૂડાજી ઠાકોર, બળદેવભાઇ પુંજાભાઇ રાવળ, રેવાભાઇ ગેલાભાઇ, મનુભાઇ પંચાલ સહિતના ખેડૂતો જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત રજૂઆત કરવા ધસી ગયા હતા.

રજૂઆતમાં તંત્ર દ્વારા એકપણ ખેડૂતને નાણા તેમના બેંક ખાતામાં જમા થયાની જાણ કરાઇ નથી. ઉપરાંત અનેક કિસ્સામાં સર્વે દરમિયાન ખેડૂતોએ જે બેંકના ખાતા નંબર આપ્યા હોય તેના કરતા બીજી બેંકમાં નાણા તંત્ર દ્વારા અપાયા હોવાની વિગતો પણ બહાર આવી છે. વહેલી તકે તંત્ર નાણા ચૂકવે તેવી ખેડૂતોએ માગ કરી હતી.

અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ જણાવ્યુ કે, કિસ્સામાં તપાસ કરીને જે ખેડૂતોને જમીન ધોવાણની સહાય નથી મળે તેઓને દિન 15માં સહાય મળી જાય તેવી કાર્યવાહી હાથ ધરાશે.

નાવિયાણીના ખેડૂતોની જિ.પં.માં રજૂઆત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો