તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • દલિત સમાજ ન્યાયની માંગ કરે છે ’ને જિલ્લાભરમાં તંગદિલીનો દાવાનળ !

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દલિત સમાજ ન્યાયની માંગ કરે છે ’ને જિલ્લાભરમાં તંગદિલીનો દાવાનળ !

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમઢીયાળામાંદલિત પર કરવામાં આવેલા અત્યાચારના વિરોધની આંધી સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ઉઠી હતી. સતત ત્રણ દિવસથી ચાલતા દેખાવો અને વિરોધ બાદ બુધવારે આપવામાં આવેલા બંધના એલાનને પગલે સુરેન્દ્રનગર, વઢવાણ સહિત જિલ્લામાં સવારથી બજારો બંધ રહી હતી. ન્યાયની માંગણી સાથે હજારો દલિતો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુરેન્દ્રનગરના આંબેડકર ચોકમાં ભેગા થયેલા દલિતો અને કોંગી કાર્યકરોના સૂત્રોચ્ચાર સાથે રેલી સ્વરૂપે કલેકટ કચેરીએ પહોંચ્યા હતા. જયાં કલેકટર ઉદીત અગ્રવાલને આવેદનપત્ર આપ્યુ હતુ. શહેરમાં દુકાનો બંધ કરાવવાના મુદ્દે કોઇ કોઇ જગ્યાએ નાની મોટી બોલાચાલી થઇ હતી. પરંતુ વઢવાણ 80 ફૂટ રોડ પર દુકાનો ખૂલ્લી હોવાના સમાચાર મળતા દલિત યુવાનો ત્યાં ગયા હતા. જયાં ચાની હોટલ બંધ કરાવવા બાબતે દલિતો અને હોટલના સંચાલકો વચ્ચે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા હોટલવાળાના સાતથી આઠ માણસો ધોકા સાથે તૂટી પડયા હતા. જેમાં નરેશભાઈ કાનજીભાઈ રાઠોડ, દેવજીભાઇ રતિલાલ પરમાર, મેરૂભાઈ મઘાભાઈ અને પ્રવિણભાઈ કુલ ચાર વ્યકિતઓને ઇજા થઇ હતી. જે પૈકી બેની હાલત વધુ નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા. આથી પરિસ્થિતિ તંગ બની હતી. અને 80 ફૂટ રોડ પર પોલીસ ખડકી દેવામાં આવી હતી. બાદમાં સાંજના સમયે હૂમલાખોરો પકડાતા દલીતો ડીએસપી કચેરીએ દોડી ગયા હતા. અને આરોપી પકડાય ત્યાં સુધી ઘરે નહી જવાની માંગ સાથે કચેરીમાં બેસી જતા દોડધામ મચી હતી.

સુરેન્દ્રનગરની મુખ્ય બજારના રસ્તાની સાથે વઢવાણ ગેબનશાપીર સર્કલ, હળવદ દેવળીયા હાઇવે, પાટડીમાં બહુચરાજી તથા અમદાવાદ તરફ જતો હાઇવે, સાયલા નેશનલ હાઇવે પર ઉમટી પડેલા દલિતોએ ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાઇનો લાગી હતી. પરિણામે અનેક લોકો ટ્રાફિકમાં ફસાયા હતા. હળવદ, ધ્રાંગધ્રા, થાન, પાટડી, સાયલા, ચૂડા તથા લખતરમાં પણ રેલી યોજીને દલિત સમાજ દ્વારા આવેદનપત્ર આપ્યુંુ હતુ. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઇ પોલીસ વડા દીપકુકમાર મેઘાણીએ ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

અનુસંધાનપાના.નં 09 પર

ઉનાની ઘટનાના વિરોધમાં દલિત સમાજે બુધવારે બંધનું એલાન આપ્યું હતું જેના પગલે સમગ્ર ઝાલાવાડમાં દલિત સમાજના લોકો મોટી સંખ્યામાં ઉતરી આવતા તંગદિલી સર્જાઇ .

શું ફાયદો?|દિવસ દરમિયાન દલિતોએ જિલ્લાના રસ્તા પર ઉતરીને દુકાનો-બજારો બંધ કરાવ્યા

વિરોધ ઉગ્ર બનતા ખાખી ખડે પગે| ઝાલાવાડમાં બંધ પળાવવા માટે દલિત સમાજ રસ્તા પર ઉતરી આવ્યો

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો