તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • ગુજરાત બંધના એલાનને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં બંદોબસ્ત માટે તંત્ર દ્વારા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાત બંધના એલાનને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં બંદોબસ્ત માટે તંત્ર દ્વારા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાત બંધના એલાનને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં બંદોબસ્ત માટે તંત્ર દ્વારા ખાનગી વાહનો પણ રીકવીઝેશન કરાયા હતા. ત્યારે ખાનગી વાહનો શહેરમાં ફરતા બંધ કરાવવા લોકો સાથે ઘર્ષણ થયુ હતુ. જેમાં વઢવાણ ગણપતિ ફાટસર અને 80 ફૂટ રોડ રીકવીઝેશન કરેલી કારના કાચ ફોડી નાંખી ટોળા દ્વારા તોડફોડ કરવામાં આવી હતી.

ફાટસર પાસે સુરેન્દ્રનગરથી ભાવનગર જતી ટ્રેન રોકાઇ

વઢવાણ ગણપતિ ફાટસરમાં રહેતા નરેશભાઇ કાનજીભાઈ રાઠોડ અને તેમની સાથેને લોકો 80 ફૂટ રોડ પર આવેલી નાનુભાઇ રબારીની વડવાળા હોટલે ચા પીવા ગયા હતાં. દરમિયાન જાતિ અંગે અપમાનિત કરી 3 થી 4 દિવસથી ઉપાડો લઇ ગયો છે, મરેલા ઢોર ઉપાડવા આવતા નથી અને હડતાલ પાડો છો તેમ કહી લાકડીઓથી શખ્સોએ હુમલો કર્યો હતો. બનાવમાં નરેશભાઈ કાનજીભાઈ રાઠોડ, દેવજીભાઇ રતિલાલ પરમાર, મેરૂભાઈ મઘાભાઈ અને પ્રવિણભાઈને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે શહેરની ગાંધી હોસ્પિટલે લઇ જવામાં આવ્યા હતાં. જેમાં એકને વધુ ગંભીર ઇજા જણાતા અમદાવાદ સારવાર માટે લઇ જવાયો હતો. બનાવ અંગે નરેશભાઇ રાઠોડે બી-ડિ‌વીઝન પોલીસ મથકે હુમલો કરનારા નાનુભાઈ રબારી, લક્ષ્મણભાઈ રબારી, કેવલભાઈ રબારી, ભરતભાઈ રબારી, ચેતનભાઈ રબારી, વરજાંગભાઈ રબારી, વિરમભાઈ રબારી અને મહેશ રબારી સામે ગુનો નોંધાયો છે.

પોલીસ બંદોબસ્ત માટે લેવાયેલા ખાનગી વાહનાે પર ટોળાએ પથ્થરમારો કરી તોડફોડ કરી હતી

વઢવાણમાં દુકાન બંધ કરાવવા આવેલા ચાર દલિત યુવાનને, હડતાળ કેમ છે કહી બોલાચાલી કરી

બંધના એલાનને પગલે વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં લોકો એકત્રીત થઇ ગયા હતા. સમયે સુરેન્દ્રનગરથી ભાવનગર તરફ જતી ટ્રેન પસાર થતા લોકો હૂરીયો બોલાવી ટ્રેનના પાટા પર આવી ગયા હતા. અને રેલવે વ્યવહાર ઠપ કરી દીધો હતો. અંતે થોડીવાર બાદ ટ્રેનને આગળ વઢવાણ તરફ રવાના કરાઇ હતી. જયારે સાંજના સમયે પણ ટોળાએ ટ્રેન રોકવાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો