તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જિલ્લામાં મૃતપશુના નિકાલનું કાર્ય ઠપ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગુજરાતમાંદલિત સમાજ દ્વારા મૃતપશુઓના નિકાલની કામગીરી બંધ કરવાની હાકલ કરાઇ છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પાંજરાપોળ સહિતની સંસ્થાઓમાં મૃત પશુઓ ઉપાડવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. આથી જાહેર આરોગ્યનું નુંકશાનની રજૂઆતો પાંજરાપોળ વહીવટદારો દ્વારા કરાઇ છે. જ્યારે મૃત પશુઓ ઉપાડવામાં આવતા રોગચાળાનો ભય ઉભો થયો છે.

ગુજરાતમાં દલિતોપર થતા અત્યાચાર પ્રશ્ને મૃત પશુઓના નિકાલની કામગીરી કરવાની ચિમકી અપાઇ છે. ત્યારે તેની અસર ઝાલાવાડમાં શરૂ થઇ છે. ઝાલાવાડમાં વઢવાણ, સાયલા, ધ્રાંગધ્રા, મૂળી, ચોટીલા, હળવદ,થાન, લીંબડી સહિતના તાલુકાઓમાં પાંજરાપોળ આવેલી છે. પાંજરાપોળમાં હજારો પશુઓ આશ્રય લઇ રહ્યા છે. જેમાં બીમાર અને લાંબી માંદગી સહિતના કારણોસર દરરોજ અનેક વધુ પશુઓના મોત થાય છે. મૃતપશુઓના નિકાલ માટે ભામનો ઇજારો પાંજરાપોળ દ્વારા આપવામાં આવે છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં દલિતો દ્વારા મૃતપશુઓને ઉપાડવાનું કામ બંધ કરવાની હાકલ કરાઇ છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાની પાંજરાપોળોમાં મૃત પશુઓ ઉપાડવાની કામગીરી ઠપ્પ થઇ ગઇ છે. અંગે ભામના ઇજારાદારોને વારંવાર જાણ કરવા છતા તેઓ આવતા નથી આથી પાંજરા પોળોમાં મૃતપશુઓનો ખડકલો થયો છે. ત્યારે જાહેર આરોગ્યને નુકશાન થવાની જાણ ઉચ્ચ કક્ષાએ કરવાની પાંજરાપોના સંચાલકો દ્વારા હાથ ધરાઇ છે.

અ઼ંગે વઢવાણ મહાજન પાંજરા પોળના સંચાલક પરેશભાઇ શાહે જણાવ્યું કે અમારી સંસ્થામાં 1500 પશુઓ આશ્રય લઇ રહ્યા છે. દરરોજ 7 થી 8 પશુઓ મૃત્યુ પામે છે. પરંતે મૃત પશુઓના નિકાલની કામગીરી ત્રણ દિવસથી ઠપ્પ થઇ ગઇ છે. આથી આસપાસનાં વિસ્તારોમાં આરોગ્યને નુકશાન થાય તેમ છે. અંગે કલેક્ટર મામલતદાર અને ચીફઓફિસરને રજૂઆત કરાઇ છે.

વઢવાણમાં પાંજરાપોળમાં મૃતપશુઓ ઉપાડવાની કામગીરી ઠપ થતા લોકોના આરોગ્ય ખતરો તોળાઇ રહ્યો છે. તસવીર-અસવાર જેઠુભા

દલિત સમાજ દ્વારા મૃત પશુઓ ઉપાડવાની કામગીરી કરવા હાકલની અસર..

ગામડાઓમાં મૃતપશુઓના નિકાલની સમસ્યા વકરી

સુરેન્દ્રનગર જિલ્લામાં મૃતપશુઓને ઉપાડવાની કામગીરી દલિતોએ બંધ કરવાની હાકલ કરી છે. આથી ગામડાઓમાં પણ તેની ખબર પડી છે. જેમાં ગામડાઓમાં ગાય, ભેંસ, બકરી, કુતરા જેવા પશુઓ ના મૃતદેહ પડ્યા રહે છે. મૃતપશુઓના મૃતદેહોના નિકાલની કામગીરી ઠપ્પ થઇ જતા ગામડાઓમાં સમસ્યા વકરી છે.

જિલ્લામાંદરરોજ આશરે 100 પશુઓના મોત

સુરેન્દ્રનગરજિલ્લામાં પાંચલાખથી વધુ પશુધન છે. ઝાલાવાડના 10 જેટલા પાંજરાપોળ અને ગૌશાળાઓના હજ્જારો પશુઓ આશ્રપ લઇ રહ્યા છે. જેમાં ચોમાસામાં અને શિયાળામાં પશુઓના મોતની સંખ્યા વધુ રહે છે. સુરેન્દ્રનગર જિલ્લામાં દરરોજ 100 જેટલા પશુઓના મોત થાય છે. ત્યારે ગાય, ભેંસ, બકરી, કૂતરા, સહિતના પશુઓના મૃતદેહો ઉપાડવા આવતા મુશ્કેલી વધી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો