વિનામુલ્યે કૃત્રિમ હાથ, પગ, કૈલીપર્સનો કેમ્પ યોજાશે
સુરેન્દ્રનગર | ભારત સેવક સમાજ સુરેન્દ્રનગર સત્ય સનાતન ફાઉન્ડેશ ભાવનગર અને પી.આર.વાઘર વિકલાંગ સાધન સહાય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે વિનામુલ્યે કૃત્રિમ હાથ, પગ, કૈલીપર્સના કેમ્પનું આયોજન કરાયું છે. જે અંતર્ગત તા. 18,19,20 માર્ચે 10થી 4 દરમિયાન ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિની વાડી, વઢવાણ ખાતે કેમ્પ યોજાશે. આ માટેના ફોર્મ મેળવવવા મનીષ કોમ્યુટર જેલ દરવાજા પાસેથી મેળવી 10 મી માર્ચ સુધીમાં ત્યાંજ પરત કરવાનું રહેશે. આ કેમ્પને સફળ બનાવવા મોહનભાઇ પટેલ, ભુપેન્દ્રભાઇ દવે, શિરીષભાઇ ઓઝા સહિત ભારત સેવક સમાજના સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.