પ્રગતિ વિદ્યાલયનો વાર્ષિકોત્સવ યોજાયો
સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગરની પ્રગતિ વિદ્યાલયમાં વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું. આ વાર્ષિકોત્સવમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલ પ્રતિભા બહાર આવે તેમાટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં શાળામાં કેજીથી ધો.9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભાગ લઇ પોતાની કળા દર્શાવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય ધનજીભાઇ પટેલ, ન્યાયાધીશ એસ.પી.દુલેરા, ડો.જગદીશ ત્રિવેદી,, જે.જે.રામાનુજ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા શાળાપરીવારે પ્રયાસો કર્યા હતા.