જિલ્લામાં શ્રાવણિયા જુગારની ધૂમ : 10 શખ્સ ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચૂડાપોલીસે સોનઠામાં દરોડો પાડીને જુગારના અડ્ડો ચલાવીને નાળ એટલે જુગાર રમતા શખ્સો પાસેથી પૈસા ઉઘરાવવાના કારસ્તાનો પર્દાફાસ કર્યો હતો. બનાવમાં પોલીસે 10 જુગારીઓને રૂ.49,520ના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતાં.

સુરેન્દ્રનગર જિલ્લામાં જુગારનો અખાડાઓ શરૂ થઇ ગયા છે. જેમાં કેટલાંક શખ્સો દ્વારા જુગારના અખાડો રમી રમાડી નાળ ઉઘરાવતા હોવાનું ખૂલ્યુ છે. દરમિયાન લીંબડી ડીવાય.એસ.પી. પ્રદિપસિંહ જી.જાડેજાની સૂચનાથી ચૂડા પી.એસ.આઈ. એ.એચ.ઘોરી, હિતેષભાઈ જોગરાણા સહિતના સ્ટાફે સોનઠા ગામમાં દરોડો પાડ્યો હતો. ત્યારે બંધ રહેણાંક મકાનમાં જુગાર રમતા સોનઠા ગામના મુકેશભાઈ કેહુભાઈ ઠોળીયા, જયંતીભાઈ ગંગારાભાઈ ડાભી, ભરતભાઇ બાબુભાઈ ઠોળીયા,લાલજીભાઈ માલાભાઈ ઠોળીયા, ખુમાભાઈ ગોવિંદભાઈ ઠોળીયા,અરિવંદભાઈ જીવાભાઈ ઠોળીયા, મનોજભાઈ હનુભાઈ પોલાદરા, રમેશભાઈ જીણાભાઈ ઠોળીયા અને મહેન્દ્રસિંહ સુરસંગભાઈ વાળાને ઝડપી લીધા હતાં. જ્યારે બનાવ સ્થળેથી રોકડ રૂ. 39,520, રૂ. 10 હજારની કિંમતના 8 મોબાઇલ સહિત કુલ રૂ. 49,520નો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

સોનઠા ગામમાં પોલીસે દરોડો પાડતા 10 શખ્સને જુગાર રમતા પકડી લીધા હતાં. તસવીર-પ્રવિણસોલંકી

સોનઠામાં રહેણાંક મકાનમાં દરોડો રૂ. અર્ધા લાખનો મુદ્દામાલ જપ્ત

જુગાર રમાડી નાળ ઉઘરાવવાનો ધંધો ફૂલ્યો-ફાલ્યો

અન્ય સમાચારો પણ છે...