તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • સુ.નગરમાં તાપ વચ્ચે વરસાદી ઝાપટાં

સુ.નગરમાં તાપ વચ્ચે વરસાદી ઝાપટાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી ગરમીનો પારો સતત વધી 38 ડિગ્રીએ પહોચી ગયો હતો. લોકો ગરમીને કારણે અકળાઇ રહ્યા હતા. ત્યારે મંગળવારે પણ સવારથી વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી ગયુ હતુ. પરંતુ સાંજના સમયે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. અને પ્રથમ જોરદાર પવન સાથે વંટોળ ફુંકાયો હતો. આથી શહેર ધુળની ડમરીને કારણે ધુળીયુ બની ગયુ હતુ. બાદમાં પ્રથમ ધીમીધારે અને પછી જોરદાર વરસાદી ઝાપટા પડયા હતા. અચાનક વરસાદ આવતા શહેરના રસ્તા સુના થઇ ગયા હતા. એક તરફ અગન જવાળા વરસાવતી ગરમી અને બીજી બાજુ વરસાદી ઝાપટા પડતા લોકોએ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો. સુરેન્દ્રનગરની સાથે વઢવાણ તથા તેની આજુબાજુના ગામડાઓમાં પણ વરસાદ પડયો હતો. ખાસ કરીને ગામડાઓમાં જયા વધુ વરસાદ પડયો હતો. ત્યા ખેતરમાં ઉભેલા કપાસ સહિતના પાકને ફુલ ખરી જવા સહિતની ફરિયાદો ઉઠો હતી.જો વધુ વરસાદ પડશે તો ખેડૂતોને વધુ નુકસાન જવાની શકયતાઓ સેવાઇ રહી છે.