તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુ.નગરમાં 1075 ગ્રાહકોને ‘બંધ’ના વીજબિલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યુઝ | સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગરશહેરી વિસ્તારમાં વીજધાંધિયા સાથે સાથે બિલની વસૂલાતમાં પાવરધી વીજકંપનીની વધુ એક પોલ ખૂલતી ગ્રાહકોમાં રોષ ફેલાયો હતો. જેમાં શહેરમાં આવેલી દુકાનો, ઓફિસ તેમજ કેટલાક રહેણાંક મકાનો સહિત અંદાજે 1075 વીજગ્રાહકોને ફેબ્રુઆરી માસમાં લોકબિલના બિલ ફટકારી દીધા હોવાનું બહાર આવતા વીજ કંપનીમાં ચાલતા લોલમ લોલની ચોકાવનારી વિગતોનો ભાંડો ફૂંટયો હતો.

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં છાસવારે લાઇટો ગુલ કરી દેતા વીજતંત્રની સેવા સામે પ્રજાનો રોષ જોવા મળી રહયો છે. આડેધડ ફટકારવામાં આવતા બિલને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહયા છે. આવા સમયે વીજતંત્રની ભૂલ હોવા છતા કચેરીના ધકકા જનતાએ ખાવા પડે છે. જયારે તંત્રની ભૂલ હોવા છતા દંડ પ્રજાએ ભરવો પડે છે. આમ તઘલખી નિર્ણયોથી ચાલતા વીજતંત્ર સામે રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે વીજકંપનીએ વધુએક વાર બંધબિલ ફટકારી છબરડો કર્યો હોવાનું બહાર આવ્યુ છે.લોકોમાં રોષ ફેલાવનાર ઘટના અંગે મળતી વિગતો મુજબ વીજકંપની દ્વારા ફેબ્રુઆરી મહીનાના બિલ મોકલવામાં મોટી ભૂલી કરી હતી. જેમાં ખાસ કરીને ઘર કે દુકાન બંધ હોય ત્યારે બંધ બીલ આપવાનો નિયમ છે. પરંતુ બિલ આપનાર લોકોએ આડેધડ રીતે રૂબરૂ તપાસ કર્યા વગર બંધ બિલ આપી દિધા હતા. જેમાં ખાસ કરીને સુરેન્દ્રનગરની મુખ્ય બજારો, મહેતા મારકેટ, સ્મશાન રોડ, સહિતના અનેક વિસ્તારોમાં બંધ બિલ આપી દીધા છે.કેટલાક કિસ્સાઓમાં તો એવુ જાણવા મળ્યુ હતુ કે વીજ કંપનીએ તો બિલની જાણ નથી કરી જાગૃત ગ્રાહકોએ જાતે કચેરીની ઓફિસે જઇને તપાસ કરી ત્યારે તેમને બંધ બિલ આપ્યા હતા. અંગે વીજકંપનીના ડી.વાય.એસ.એ. એ.ડી.પરમારે જણાવ્યું કે, કેટલાંક કેસોમાં આવુ બન્યુ હોઇ શકે. છતા અમે તપાસ કરાવીશું.અત્યારે જે લોકોને બંધબિલ મળ્યા હશે તે લોકો કચેરીએ આવીને પોતાનું બીલ જાણી લે. અને બીલ ભરી આપે. વધારાની રકમ તેમને આવતા બિલમાં બાદ કરી અપાશે.

અમારી દુકાન સવારે નવ વાગે ખૂલી જાય છે. અને રાત્રિના નવથી સાડા નવ વાગ્યા સુધી ખૂલ્લી રહે છે. રવિવારના દિવસે દુકાન બંધ રાખીએ છીએ.હવે બિલ વાળા રવિવારે તો આવે નહી.તો અમને બંધ બીલ કેવી રીતે આપી શકે બાબતે જવાબદારો સામે પગલા લેવા જોઇએ.

અમે તો કચેરીએ ગયા ત્યારે ખબર પડી...

અમે અત્યાર સુધી નિયમિત બીલ ભરતા આવ્યા છીએ. સામાન્ય રીતે એક થી દશ તારીખ સુધીમાં બિલ આવી જતા હોય છે. અમારે બિલના આવતા સામેથી ઓફિસે જઇને તપાસ કરીતો ત્યાથી કહેવામાં આવ્યુ કે તમારી દુકાન બંધ હતી.

દુકાન માત્ર રવિવારે બંધ હોય છે

ફેબ્રુઆરી મહિનામાં સ્થળ તપાસ કર્યા વગર ઓફિસમાં બેસી આડેધડ બિલની આકારણી કરાઈ

વીજતંત્રને અંધાપો | શહેરની અનેક દુકાનો અને મકાનો ખૂલ્લા હોવા છતા બંધબિલ આપતા રોષ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો