તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • જિલ્લામાં રેવન્યુ તલાટી માટે 140 સીટ માટે 24,053 ઉમેદવારે પરીક્ષા આપી

જિલ્લામાં રેવન્યુ તલાટી માટે 140 સીટ માટે 24,053 ઉમેદવારે પરીક્ષા આપી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરજિલ્લામાં છેલ્લા લાંબા સમયથી ખાલી પડેલી રેવન્યુ તલાટી વર્ગ 3ની 140 જગ્યા ભરવા માટે કવાયત હાથ ધરાઇ છે. રાજય ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજયભરમાં રેન્વયુ તલાટીની ભરતીની જાહેરાત કરાતા ઝાલાવાડમાં પણ 140 તલાટીની ભરતી થનાર છે. જે માટે રવિવારે જિલ્લાના 141 પરિક્ષા સ્થળોએ લેવાયેલ પરિક્ષામાંથી નોંધાયેલા 30,575માંથી 24,053 ઉમેદવારોએ પરિક્ષા આપી હતી. ખાસ કરીને સરકારી નોકરીમાં સ્થિરતા, સરળતા, જોબ સિક્યોરીટીને કારણે પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલા લોકો પણ તલાટીની પરીક્ષામાં જોવા મળ્યા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની પ્રક્રિયામાં હજારો શિક્ષિત બેરોજગાર ઉમેદવારો ઉમટી પડે છે. રાજય ગૌણ સેવા પસંદગી બોર્ડ દ્વારા રાજયભરના રેવન્યુ તલાટી વર્ગ 3ની જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પણ રેન્વયુ તલાટી વર્ગ 3ની ખાલી પડેલી 140 જગ્યાઓ પણ ભરાનાર છે. સુરેન્દ્રનગર જિલ્લાની 140 રેવન્યુ તલાટી વર્ગ 3ની ખાલી જગ્યાઓ માટે 30, 575 ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી હતી. ત્યારે ભરતી માટે રવિવારના રોજ લેખિત પરિક્ષાનું આયોજન કરાયુ હતુ. જેમાં જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલના સીધા માર્ગદર્શન નીચે અધિક કલેકટર એચ.કે.કોયા, જિલ્લા શિક્ષણાધિકારી આર.સી.પટેલ સહિતનાઓએ કંટ્રોલરૂમ બનાવીને સમગ્ર પરિક્ષા પર વોચ રાખી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાઓમાં 141 પરીક્ષા કેન્દ્રો પરિક્ષા માટે બનાવાયા હતા. જેમાં 1620 બ્લોકમાં 30,575 વિદ્યાર્થીઓ રેવન્યુ તલાટી બનવા માટેની પરીક્ષા આપનાર હતા. ત્યારે રવિવારે યોજાયેલ પરિક્ષામાં નોંધાયેલા 30,575માંથી 6522 વિદ્યાર્થીઓ ગેરહાજર જણાતા 24,053 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરિક્ષા સમયે કોઇ ગેરરીતી થાય તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો.

થાન: થાનનીમ્યુનિસિપલ હાઇસ્કૂલ, ગર્લ્સ સ્કૂલ અને ફૂલ ડે સ્કૂલમાં તલાટીની પરિક્ષા યોજાઇ હતી. જેમાં નોંધાયેલા 870માંથી 637 ઉમેદવારોએ પરિક્ષા આપતા 233 ગેરહાજર જણાયા હતા.

સરકારી નોકરી માટે લોકોનો વધતો ક્રેઝ : પોસ્ટ ગ્રેજ્યુએટ પણ આવ્યા

અન્ય સમાચારો પણ છે...