તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમાજમાં ફેલાયેલા કુરિવાજોમાં સુધારો આવ્યો છેે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમાજમાં ફેલાયેલા કુરિવાજોમાં સુધારો આવ્યો છેેઅત્યારનોસમય શિક્ષણનો સમય છે. શિક્ષિત વ્યકિત ઘર અને સમાજનો વિકાસ કરી શકશે. અને આથી જમાના સાથે કદમથી કદમ મિલાવવા માટે ભરવાડ સમાજે શિક્ષિત બનવુ પડશે તેવી ટકોર સમાજના આગેવાનોએ સુરેન્દ્રનગર ખાતે યોજાયેલા ભરવાડ સમાજના સમૂહલગ્નમાં કરી હતી.

ભરવાડ સમાજનો 11મો સમૂહલગ્ન મહોત્સવ રવિવારના રદિવસે યોજાયો હતો. સમૂહલગ્નમાં સમાજના 33 નવદંપતીઓ લગ્નગ્રંથીથી જોડાયા હતા. નવ યુગલોને આશિર્વાદ આપવા માટે ભરવાડ સમાજના ધર્મુરૂ મહંત ઘનશ્યામપુરીબાપુ, રામબાપુ, મહામંડલેશ્વર કનીરામબાપુ, બિપિનભાઇ ભુવા સહિતના સંતો-મહંતોએ શુભ આશીષ આપ્યા હતા. સમાજના આગેવાન ભવાનભાઇ ભરવાડે પ્રાસંગીક પ્રવચનમાં સમાજમાં જે સુધારા થઇ રહ્યા છે તે ખૂબ જરૂરી હોવાનું જણાવ્યુ હતુ. જયારે બાળકોને શિક્ષણ આપવા પર પર ખાસ મૂકાયો હતો. સાથે શ્રીમંતના પ્રસંગોમાં મોટી સંખ્યામાં લોકો જાય છે તેમાં સુધારાની જરૂર છે. સાથે પોતાના સંતાનને પ્રથમ અક્ષરજ્ઞાન આપી સારી રીતે ભણાવી પછી લગ્ન કરવા જણાવ્યુ હતુ. ધારાસભ્ય વર્ષાબેન દોશી, પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઇ કૈલા, બાબાભાઇ ભરવાડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. સમૂહલગ્નના કાર્યક્રમને સફળ બનાવવા માટે હીરાભાઇ ગરીયા, અર્જૂનભાઇ ડાંગર, રણછોડભાઇ લાંબરીયા, રામાભાઇ વરૂ, ભાયાભાઇ ગમારા, સહિતના સમસ્ત ભરવાડ સમાજના અગ્રણીઓએ પ્રયાસો કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...