તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વુડાનાે નકશાે ‘અટવાયો’ ને તેમાં ડેવલપમેન્ટ પણ અટવાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગરવઢવાણ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી બનાવવાની પ્રક્રિયામાં નવા ડેવલોપમેન્ટ પ્લાનના પ્રકાશીત થયા બાદ શહેરમાં નવી ઇમારતના પ્લાન પાસ કરવાની પ્રક્રિયા ઠપ થઇ છે. તેમાં પણ છેલ્લા થોડા દિવસોથી પ્લાન પાસ કર્યા વગર કરાતા બાંધકામ પર તંત્ર દ્વારા સીલ મારવાની કાર્યવાહી આરંભાતા બિલ્ડરોમાં રોષની લાગણી ફેલાઇ છે. આથી સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર એસોસિયેશનના નેજા હેઠળ બિલ્ડરોએ જૂના કે નવા કોઇપણ નિયમ મુજબ પ્લાન પાસ કરવા કલેકટરને લેખિત રજૂઆત કરી હતી.

સુરેન્દ્રનગર અને વઢવાણ શહેર તથા આસપાસના ગામડાઓને જોડીને સરકાર દ્વારા સુરેન્દ્રનગર-વઢવાણ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી જાહેર કરાઇ છે. છેલ્લા 3 કરતા વધુ વર્ષથી કામગીરીમાં માસ પહેલા નવો ડેવલોપમેન્ટ પ્લાન પણ પ્રકાશીત થયો છે. પરંતુ કાર્યવાહી દરમિયાન શહેરમાં બનતી નવી હાઇરાઇઝ ઇમારતોના પ્લાન લેવાનું અને પાસ કરવાનું બંધ કરવામાં આવતા બિલ્ડરો અકળાયા હતા. જેમાં શહેરમાં પ્લાન પાસ કર્યા વગર ચાલતા બાંધકામો સંદર્ભે બિલ્ડરોને નોટીસ આપી સાઇટ સીલ કરવાની કાર્યવાહી શરૂ કરતા બિલ્ડર લોબીમાં રોષની લાગણી ફેલાઇ છે. આથી સુરેન્દ્રનગર-વઢવાણ બિલ્ડર એસોસિયેશનના નેજા હેઠળ 30થી વધુ બિલ્ડરોએ એકઠા થઇને કલેકટર ઉદીત અગ્રવાલને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. આવેદનપત્રમાં જણાવાયા મુજબ જિલ્લામાં બાંધકામ ઉદ્યોગ પર 25 હજારથી વધુ પરિવારો નભે છે. પ્લાન પાસ કરવાની પ્રક્રિયા બંધ છે ’ને બીજી તરફ તંત્ર દ્વારા નોટીસો આપી સીલ મારવાની કાર્યવાહી કરતા કોન્ટ્રાકટરો, ઇજનેરો, મજૂરો બેકાર થઇ રહ્યા છે.

જૂના કે નવા નિયમ મુજબ પણ હવે પ્લાન પાસ કરો : બિલ્ડરો

બિલ્ડરોની કલેક્ટરને રજૂઆત : હવે કામ શરૂ કરાવો

અન્ય સમાચારો પણ છે...