તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surendranagar
 • વિકાસ | નિરાશ્રિતો માટે શહેરમાં રૂપિયા 1.21 કરોડના ખર્ચે ત્રણ માળનું આધુનીક રૈન બસેરા બનાવાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિકાસ | નિરાશ્રિતો માટે શહેરમાં રૂપિયા 1.21 કરોડના ખર્ચે ત્રણ માળનું આધુનીક રૈન બસેરા બનાવાશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સુરેન્દ્રનગરનગરપાલિકા દ્વારા શનિવારના રોજ વિકાસના વિવિધ કામોનું ખાતમૂર્હૂત કરાયુ હતુ. જેમાં સુરેન્દ્રનગરમાં રૂપીયા 1.21 કરોડના ખર્ચે રૈન બસેરા બનાવાશે. જયારે દાળમીલ રોડ પર રસ્તો પહોળો કરી સર્કલ બનાવવામાં આવશે. જયારે નવી પાણીની પાઇપલાઇન થકી દાળમીલ વિસ્તારમાં 1200 ઘરોમાં પાણી પહોંચાડવાનો શુભારંભ કરાયો હતો.

સુરેન્દ્રનગર નગરપાલિકા હસ્તકનું ટાવર પાસે રૈન બેસરા હતુ. પરંતુ ત્યાં રૈન બસેરા હટાવીને ફાયર સ્ટેશન બનાવાયુ હતુ. આથી લોકોની લાંબા સમયથી માંગને ધ્યાને લઇ પાલીકા દ્વારા રૂપિયા 1.21 કરોડના ખર્ચે નવુ રૈન બસેરા રેસ્ટ હાઉસ રોડ પર બનાવવાનું ખાતમૂર્હૂત શનિવારે કરાયુ હતુ. પ્રસંગે ધારાસભ્ય વર્ષાબેન દોશી, પાલીકા પ્રમુખ શીલાબા ઝાલા, ચેરમેન જીજ્ઞાબેન પંડ્યા, જશુભા ઝાલા, રાજભા રાણા, જિતેન્દ્રસિંહ ચાવડા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા. તકે પાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાએ જણાવ્યુ કે, રૈન બેસરા 3 માળનું બનાવવામાં આવશે. જેમાં નીચેના માળે રસોડુ, ડાઇનીંગ રૂમ રહેશે. જયારે બીજા અને ત્રીજા માળે 50-50 બેડની વ્યવસ્થા કરવામાં આવશે. શહેરમાં બહારથી આવતા લોકો અહીં આશ્રય લઇ શકશે. જ્યારે આસપાસની હોસ્પિટલોમાં દાખલ દર્દીઓના સગાને પણ રૈન બસેરા આશીર્વાદરૂપ બનશે. ઉપરાંત દાળમીલ રોડ પર રસ્તો પહોળો કરવાનું અને સર્કલ બનાવી તેને હરશકિત સર્કલ નામ આપવાના રૂપિયા 5 લાખના કામનું ખાતમૂર્હૂત કરાયુ હતુ. જયારે પાલીકા દ્વારા નવી પાણીની પાઇપલાઇન થકી પાણી વિતરણ કરી 1200 ઘરોમાં પાણી પહોંચાડાયુ હતુ. ઉપરાંત વરસાદી પાણીના નિકાલ માટે કલેકટર કચેરી પાસે રૂપિયા 15 લાખના ખર્ચે અંડરગ્રાઉન્ડ ગટર બનાવવામાં આવનાર છે.

સુરેન્દ્રનગરમાં રૈન બસેરા, સર્કલ અને અંડરગ્રાઉન્ડ વરસાદી પાણીના નિકાલ માટેની ગટરના કામોનું ખાતમૂર્હૂત કરાયુ હતુ. તસવીર-તુષારમાલવણીયા

સુ.નગરમાં 1.37 કરોડના ખર્ચે વિકાસકામો થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો