તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાલુકાનો ‘કાનો’ ને સેવાનો ‘સ’ ગાયબ!

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણમાંતાલુકા સેવા સદન વઢવાણમાં બનાવવામાં આવ્યુ હતું. આથી બિલ્ડીંગ પર તેમજ કચેરીના ગેટ આગળ પાકી દિવાલ પર સ્ટિલના અક્ષરોથી ‘‘તાલુકા સેવા સદન વઢવાણ’’ લખાણ મૂકવામાં આવ્યુ હતું. પરંતુ કચેરીની બિલ્ડીંગ પર રહેલુ તાલુકા સેવા સદન વઢવાણ સહીસલામત છે. જ્યારે છેલ્લા ઘણા સમયથી કચેરીના ગેટ આગળ બહારના ભાગમાં લખાયેલ ‘‘તાલુકા સેવા સદન વઢવાણ’’માંથી કેટલાંક અક્ષરો ગાયબ જણાતા અહીં આવતા લોકોમાં પણ આશ્ચર્ય ફેલાયુ છે. જેમાં તાલુકા શબ્દમાંથી ‘‘કાનો’’ તેમજ સેવા શબ્દમાંથી ‘‘સ’’ ગાયબ નજરે ચડયો હતો. જેના કારણે આજુબાજુ નજર કરતા ગેટ બહાર નીકળવાની સૂચના આપતો EXIT માંથી પણ I ગૂમ હોવાની લોકોમાં બૂમરાણ ઉઠી હતી. અંગે વઢવાણ મામલતદાર સેજપાલસિંહ રાઠોઢે જણાવ્યું કે, અંગે તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

તાલુકા સેવા સદન વઢવાણના ગેટ આગળ તાલુકાનો ‘કાનો’ ને સેવાનો ‘સ’ ગાયબ તેમજ EXIT માંથી પણ I ગૂમ હોવાનું નજરે પડે છે.

ગેટમાંથી બહાર જવાની સૂચના આપતા EXIT માંથી પણ I ગૂમ

તાલુકા સેવા સદન વઢવાણના ગેટ આગળ સ્ટીલના અક્ષરોમાં

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

    વધુ વાંચો