તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અનુસંધાન પાના નં.1 પરનું...

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાથેરાજસ્થાનના શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાની સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં રાજસ્થાનથી વિદેશી દારૂ મોટાપાયે ઘૂસાડવામાં આવે છે. આથી ડીએસપી દીપકકુમાર મેઘાણીએ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઇવે પર બૂટલેગરોની ખેપ પર વધુ ધ્યાન રાખવા સૂચના આપતા લીંબડી ડિવીઝનના ડીવાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજા સહિતની ટીમ સતર્ક બની હતી. દરમિયાન હાઇવે મોબાઇલ નં. 1ના હેડ કોન્સ્ટેબલ યોગેન્દ્રસિંહ ચૂડાસમાને બાતમી મળી હતી કે, નેશનલ હાઇવે પરથી દારૂ ભરેલી ટ્રક પસાર થવાની છે. આથી એલસીબી પીએસઆઇ એ.ડી.પરમાર, કે.આર.સીસોદીયા સહિત એલસીબી, એસઓજી અને ચૂડા પોલીસ સ્ટાફે હાઇવે પર ધામા નાંખ્યા હતા. દરમિયાન ટીએન-28કે-4815 નંબરની શંકાસ્પદ ગાડીને આંતરીને તલાશી લેતા પીઓપી પાવડરની આડમાં વિદેશી દારૂની 5736 બોટલો સાથે રૂપિયા 22.72 લાખનો દારૂ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. દરોડા દરમિયાન રાજસ્થાનના ચીત્તોડ જિલ્લાના ઉંચા ગામે રહેતો ટ્રકનો કલીનર આઝાદખાન છોટેખાન પઠાણ પોલીસના હાથે પકડાઇ ગયો હતો. જયારે ઉંચા ગામમાં રહેતો ટ્રક ચાલક જમીલખાન મુન્નાખાન પઠાણ અંધારાનો લાભ લઇ નાસી ગયો હતો.

ન્યૂ80 ફૂટ રોડ...

અંગેગંભીરસિંહ બોરાણા, જગદીશભાઇ વગેરેએ જણાવ્યું કે વઢવાણ પાલિકા અમારી સોસાયટીમાં રસ્તા માટે ગ્રાન્ટનું બહાનું બતાવે છે.ત્યારે અમારી સોસાયટી સામે નવા રસ્તા તોડીને તાત્કાલીક પાણીની પાઇપ લાઇન નાંખવામાંઆવી રહી છે. આથી પ્રજાના પરસેવાના પૈસાનું પાણી થતા રહીશોમાં રોષ જોવા મળે છે. અંગે વઢવાણ પાલિકાના કારોબારી ચેરમેન ઇશ્વરભાઇ પટેલે જણાવ્યું કે સોસાયટી મારા મત વિસ્તારમાં આવે છે.આ સોસાયટીમાં રસ્તો અને પાણીના પાઇપલાઇન મંજૂર થઇ ગઇ છે. ઉપરાંત રસ્તાની તોડફોડમાં તપાસનીમાંગ અંગે ઝડપથી કાર્યવાહી હાથ ધરાશે.

લીંબડીST...

ડેપોમાંરિનોવેશન કામ દરમિયાન દુર્ઘટના સર્જાતા કર્મચારીઓએ અધિકારીઓ પાસે ફરી રોષ વ્યક્ત કર્યો હતો.

લીંબડી એસ.ટી ડેપોમાં વર્ષ 1979 માં વર્કશોપનુ નું નિર્માણ થયું હતું. વર્કશોપમાં બિસ્માર બની ગયું છે. આથી એસ.ટી તંત્ર દ્વારા બિસ્માર વર્કશોપનુ રીનોવેશન ચાલી રહ્યું છે. રિનોવેશન કામગીરી શરૂ થાય તે પુર્વે પૃથ્વીરાજસિંહ રાણા અને લલિતભાઈ સોલંકી તથા સ્ટાફે રિનોવેશન કામગીરી નો વિરોધ કર્યો હતો અને ડેપો મેનેજર ને આવેદનપત્ર આપ્યું હતું. પરતું તેમ છતાં વર્કશોપમાં રિનોવેશન કામગીરી ચાલુ કરાઇ હતી. દરમિયાન બીંબ પાસે પતરુ રીપેરીંગ કરવા જતા શ્રમિક દશરથભાઇ પટેલ ઉપર દિવાલનો ભાગ બીંબ સાથે તૂટી પડતાં તે દબાઇ ગયો હતો. ઘટનાની જાણ થતાં લીંબડી નગરપાલિકાની ફાયરબ્રિગેડના જગદીશભાઈ પરમારઅને ટીમે દબાયેલા શ્રમિકને બહાર કઢાવી સારવારમાં ખસેડાયો હતો. જો કે ડેપો મેનેજર ભાવનાબેન ગોસ્વામીએ આજે જે કાંઈ ઘટના બની છે તે ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચાડી ને યોગ્ય કાર્યવાહી કરવા ની ખાતરી આપી હતી. લીંબડી એસ.ટી ડેપોમાં રાજભા ઝાલા, પી.જે. રાણા તથા મદનસિંહે આજે બનેલી ઘટના ને વર્કશોપમાં જીવના જોખમે ફરજ બજાવતા કર્મચારીઓ કારીગરો માટે લાલ બત્તી સમાન ગણાવ્યો હતો. અને વર્કશોપનું રિનોવેશન નહીં નવિનકરણ કરાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.

ધો.12નાભૂગોળ...

શહેરનીઅલ્ટ્રાવીઝન હાઇસ્કૂલમાં 5, વન વર્લ્ડ સ્કૂલમાં 1, એસ.એન.વિદ્યાલયમાં 1 તથા સરદાર પટેલ વિદ્યાલયમાં 1 વિદ્યાર્થી કાપલી સાથે પરિક્ષા આપતો ખંડ નીરીક્ષક અને સ્કવોડના હાથે ઝડપાઇ ગયો હતો. તમામ વિદ્યાર્થીઓ ખાનગી ઉમેદવાર હોવાનું જાણવા મળ્યુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો