તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છતા પાણીએ સાયલા તરસ્યુ..પાણી આપો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભગતનાગામ તરીકે પ્રખ્યાત સાયલા શહેરની 17 હજારની વસ્તી છે. પરંતુ સાયલા શહેરની પીવાનું પાણી પૂરૂ પાડતા થોરીયાળી ડેમ તળીયા ઝાટક થતા હાલ સાયલા શહેરની પ્રજા પાણી વીના ટળવળી રહી છે. હાલ સાયલાને વખતપરથી અપાતા પાણીનો જથ્થો પૂરતો નહી હોવાની લેખિત રજૂઆત ગામના સરપંચ સહિતના આગેવાનોએ કલેકટરને કરી છે. જેમાં અંગે તાકિદે ઉકેલ લાવવામાં નહી આવે તો આમરણ ઉપવાસની ચીમકી અપાઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લાની મોટી ગ્રામ પંચાયતોમાં સાયલાનો સમાવેશ થાય છે. 17 હજારની વસ્તી ધરાવતા સાયલા શહેરને પાણીની સમસ્યા જાણે કાયમી ઘર કરી ગઇ છે. સાયલા શહેરને પીવાનું પાણી પૂરૂ પાડતો એકમાત્ર સ્ત્રોત થોરીયાળી ડેમ હાલ તળીયા ઝાટક હોવાથી સાયલાની પ્રજાને પૂરૂ પાણી મળતુ નથી. આથી સાયલા ગામમાં મળેલી પાણી સમિતિની બેઠક બાદ કરાયેલા નિર્ણય મુજબ ગુરૂવારના રોજ સુરેન્દ્રનગર કલેકટર કચેરીએ લેખિત રજૂઆત કરાઇ હતી. જેમાં સાયલા ગ્રામ પંચાયતના સરપંચ મુકેશભાઇ જાદવ, ઉપસરપંચ વિનુભાઇ જાડેજા, અજયરાજસિંહ ઝાલા, મૂળજીભાઇ અઘારા સહિતનાઓએ કલેકટર ઉદીત અગ્રવાલને લેખિત અને મૌખીક રજૂઆત કરતા જણાવ્યુ કે, હાલ થોરીયાળી ડેમમાંથી પાણીની આવક બંધ થતા 8 કિલોમીટર દૂર વખતપરથી નર્મદાનું પાણી સાયલા ગામના સમ્પમાં લાવવામાં આવે છે. પરંતુ 8 કિ.મી. લાંબી પાઇપલાઇન જર્જરીત હોવાથી અને વખતપરના સમ્પમાં 2 લાખ લીટર પાણીની ક્ષમતા હોવાથી સાયલાની પ્રજાને ગ્રામ પંચાયત દ્વારા પૂરતી વ્યવસ્થા હોવા છતાં ગામમાં પાણી આપી શકાતુ નથી. આથી વખતપરથી સાયલા આવતી પાઇપલાઇન નાંખવા માંગ કરી હતી.

અંગે કલેકટર ઉદીત અગ્રવાલે પંચાયત દ્વારા મળતી ગ્રાંટમાંથી અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાત્રી આપી હતી. જયારે સાયલા ગામના આગેવાનોને આવનારા સમયમાં પાણીની સમસ્યામાંથી છુટકારો મેળવવા ગામમાં પાણીના સ્ત્રોત ઉભા કરવા પણ કલેકટરે જણાવ્યુ હતુ.

પાણી નહીં તો આંદોલન|સાયલાવાસીની પાણી મુદ્દે કલેક્ટરને લેખિત રજૂઆત

અન્ય સમાચારો પણ છે...