તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી વાહનોમાં ઝડપાતા દારૂના જથ્થાના કારણે બૂટલેગરો

સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી વાહનોમાં ઝડપાતા દારૂના જથ્થાના કારણે બૂટલેગરો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |સુરેન્દ્રનગર જિલ્લામાં ખાનગી વાહનોમાં ઝડપાતા દારૂના જથ્થાના કારણે બૂટલેગરો હવે એસ.ટી.બસોના સહારે રાત્રિના સમયે સપ્લાઇ કરી રહ્યાં હોવાની પોલીસને બાતમી મળી હતી. દરમિયાન બી.ડિવીઝન પોલીસ મથકનાં પી.એસ.આઈ. નીરૂબેન બારોટ સહિતની ટીમે પેટ્રોલિંગ સાથે વોચ ગોઠવી હતી. જેના કારણે સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાંથી કોથળો નીકળેલા શખ્સને રોડ પર દબોચી લીધો હતો. કોથળાની પોલીસે તલાસી કરતા રૂ. 14,400ની 48 નંગ વિદેશી બોટલો મળી આવી હતી. ત્યારે શખ્સની પૂછપરછ કરતા છોટાઉદેપુર જિલ્લાના ગવાટ તાલુકાના ગેડીય ગામની રેવતી ફળીમાં રહેતા જંઝાડભાઈ શંકરભાઈ રાઠવા હોવાનું ખૂલ્યુ હતું.

એસ.ટી.ડેપો પાસેથી વિદેશી દારૂ સાથે શખ્સ ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...