તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખેરાળી રોડ પર અકસ્માત : બે વ્યક્તિ ઘાયલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મૂળીતાલુકાના દિગસર ગામના ભરતભાઈ જાદવજીભાઇ નાકીયા છકડો લઇને જતાં હતાં. દરમિયાન ખેરાળી કેનાલ રોડ પર ટ્રકચાલકે છકડાની સાઇડ કાપવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે સામેથી વાહન આવતુ હોવાથી ટ્રકચાલકે ટ્રક સાઇડમાં દબાવવા જતા છકડા સાથે ભટકાડીને અકસ્માત કરી નાસી છૂટ્યો હતો. બનાવમાં દિગસર ગામના પોપટભાઈ મસાણી અને ભીખાભા મગનભાઈને ઇજાઓ પહોંચી હતી. ત્યારે છકડાચાલક ભરતભાઈએ જોરાવરનગર પોલીસ મથકે ટ્રકચાલક સામે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ એસ.યુ.પરમાર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...