• Gujarati News
  • સુરેન્દ્રનગર : વઢવાણતાલુકાનાં ગ્રામ્યપંથકોમાં પોલીસે દરોડા પાડયા હતાં. ત્યારે લટુડા

સુરેન્દ્રનગર : વઢવાણતાલુકાનાં ગ્રામ્યપંથકોમાં પોલીસે દરોડા પાડયા હતાં. ત્યારે લટુડા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર : વઢવાણતાલુકાનાં ગ્રામ્યપંથકોમાં પોલીસે દરોડા પાડયા હતાં. ત્યારે લટુડા ગામનાં રહેણાંક મકાનમાંથી 16 વિદેશી દારૂની બોટલો સાથે એક શખ્સને પોલીસે દબોચી લીધો હતો.વઢવાણ તાલુકાના લટુડા ગામમાં વિદેશી દારૂ વેચાતો હોવાની હકિકત મળતા જોરાવરનગર પી.એસ.આઈ. એ.એચ. ઘોરી, લક્ષ્મણસિંહ, રાજભા સહિતની ટીમે દારૂની રેડ કરી હતી. ત્યારે લુટડાના છગનભાઈ રબારીનાં રહેણાંક મકાનમાં છાપો મારતા ઇંગ્લિશ દારૂની 16 બોટલો મળી આવી હતી. વિદેશી દારૂ ઘરમાં સંગ્રહ કરી વેચાણ કરનાર છગનભાઈ રબારીને ઝડપી પાડયા હતાં. ત્યારે વિદેશી દારૂ કોની પાસેથી ખરીદી અને ઝડપાયેલો વિદેશી દારૂન માલ ક્યાંથી આવ્યો સહિતની તપાસ પોલીસે હાથ ધરી હતી.
લટુડામાંથી દારૂ સાથે આરોપી પકડાયો