• Gujarati News
  • Local
  • Gujarat
  • Surendranagar
  • 19મી સુધી લારીગલ્લા લઇ લો, 20મીએ બંદોબસ્ત સાથે અમે ઉઠાવી લઇશું : તંત્ર

19મી સુધી લારીગલ્લા લઇ લો, 20મીએ બંદોબસ્ત સાથે અમે ઉઠાવી લઇશું : તંત્ર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વઢવાણ પાલિકાની નજરે અંદાજે 136 લારીગલ્લાધારકો નજરે ચડી ગયા હતાં. પરિણામે આ લોકોને નોટીસ આપીને લારીગલ્લા દૂર કરવાની તાકદી કરવામાં આવતા દોડધામ મચી હતી. ત્યારે આગામી દિવસોમાં હવે આ જાહેર રસ્તા પરથી કેટલા લારીગલ્લાઓ દૂર થાય છે તેના પર લોકોની નજર રહેશે.

સુરેન્દ્રનગર-વઢવાણના જાહેર માર્ગો પર દિવસે દિવસે ગેરકાયદેસર દબાણો વધી રહ્યાં છે. જેના કારણે જાહેર માર્ગોની દૂર્દશા સાથે સાથે ટ્રાફિક અડચણની સમસ્યા વિકટ બની ગઇ છે. આ ઉપરાંત શહેરના બંને સાઇડના રસ્તાઓ પર લારીગલ્લાઓની હારમાળા સર્જાતા ખુદ તંત્ર પણ ચોંકી ઉઠ્યુ છે. આ બાબતની ગંભીરતા લઇને જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ દ્વારા કરાયેલા આદેશનો પડઘો

અનુસંધાન પાના નં.3

સુરેન્દ્રનગર એસ.ટી.બસ સ્ટેશન આગળ જ લારીગલ્લાની લાઈનો જોવા મળી રહી છે. તસવીર-પ્રવિણ સોલંકી

પાંચથી વધુ ટીમો દ્વારા કરાશે કાર્યવાહી
આ અંગે વઢવાણ પાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે, લારીગલ્લા દૂર કરવા માટે પોલીસ બંદોબસ્ત તો હશે જ. આ ઉપરાંત પીજીવીસીએલ, સ્ટેટની માર્ગ મકાન વિભાગની ટીમ, ગાંધી હોસ્પિટલ સહિતના લોકોને આ કાર્યવાહીમાં સાથે રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...