બહેનોને રૂબેલા વેક્સીનની રસી મુકાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર | ભારતીય સેવક સમાજ સુરેન્દ્રનગર તથા પી.એન.આર સોસાયટી ભાવનગર, તથા જિલ્લા પંચાયત આરોગ્યના સંયુક્ત ઉપક્રમે બહેનોને રસી મુકવાનું આયોજન કરાયું હતું. જે તા.16 જાન્યુઆરીના રોજ સુરેન્દ્રનગરની 3705 બાળાઓને, બહેનોને રૂબેલા વેક્સીન રસી જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા નિશુલ્ક મુકવામાં આવી હતી. આ સમગ્ર રસીકરણમાં બે હજારથી વધુ રૂબેલા ઇન્જેક્શન દોઢ લાખની કીંમતના દાતા રાજેશભાઇ ઠક્કરનું સન્માન કરાયું હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારત સેવક સમાજના રૂબેલા રસી કરણના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...